Trending

ભારતના આ શહેરોમાં જોવા મળ્યું વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ

નવી દિલ્હી: વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં શરૂ થયું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ અરુણાચલ પ્રદેશના ઇટાનગરમાં સૌથી પહેલાં દેખાયું છે. ત્યાર બાદ આ સંપૂર્ણ ચંદ્રગ્રહણ કોલકાતા, સિલીગુડી, પટના, રાંચી, ગુવાહાટીમાં પણ દેખાયું છે. જો કે, ભારતના ઘણા ભાગોમાં માત્ર આંશિક ચંદ્રગ્રહણ જ દેખાયું. આ ચંદ્રગ્રહણ ઉત્તર-પૂર્વ યુરોપ, એશિયા, ઑસ્ટ્રેલિયા, પ્રશાંત મહાસાગર, હિંદ મહાસાગર, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના ભાગોમાંથી દેખાઈ રહ્યું છે. આજે આ ગ્રહણ મેષ અને ભરણી નક્ષત્રમાં થઈ રહ્યું છે. ભારતમાં, ચંદ્રગ્રહણ પહેલા ઉત્તરપૂર્વીય ભાગોમાં દેખાયું છે. આ ગ્રહણ દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, ઉત્તર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગરના વિસ્તારોમાં પણ દેખાયું છે.  

આ ગ્રહણ બપોરે 2:39 વાગ્યે શરૂ થયું હતું પરંતુ તે સમયે ભારતમાં દિવસ હોવાથી ચંદ્રગ્રહણ દેખાયું નહીં. ભારતીય સમય અનુસાર સાંજે ચંદ્ર ઉગતાની સાથે જ ગ્રહણ દેખાવાનં હતું. પૂર્વીય રાજ્યો અરૂણાચલ પ્રદેશ, કોલકત્તા, કોહિમા વિગેરે ઠેકાણાઓ પર સાંજના 5 વાગ્યા બાદથી ચંદ્રગ્રહણ દેખાવા લાગ્યું હતું.

આજે ક્યાં ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ?
15 દિવસના ગાળામાં આ બીજું ગ્રહણ છે. આ પહેલા કાર્તિક અમાવસ્યા પર દિવાળી પછી 25 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થયું હતું. 08 નવેમ્બરે છેલ્લું ચંદ્રગ્રહણ એશિયા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, હિંદ મહાસાગર, પ્રશાંત મહાસાગર અને યુરોપના દેશોમાં દેખાશે. ભારતમાં, આ ચંદ્રગ્રહણ ઇટાનગર, કોલકાતા, પટના, રાંચી અને ગુવાહાટી શહેરોના પૂર્વીય વિસ્તારોમાં થશે. અન્ય સ્થળોએ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે.

આ રાશિઓ માટે ચંદ્રગ્રહણ શુભ સાબિત થશે
આજે પડતું વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ રાશિ માટે શુભ સાબિત થશે. આ ચાર રાશિના જાતકોને નોકરીથી લઈને આર્થિક લાભ સુધી પ્રમોશન મળવાની સંભાવના છે. આ સિવાય આ ગ્રહણ મેષ, વૃષભ, કન્યા અને મકર રાશિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી કોઈ પણ પગલું સાવધાનીપૂર્વક ઉઠાવો. બીજી તરફ, સિંહ, તુલા, ધનુ અને મીન રાશિના ગ્રહણને કારણે આ બાકીની રાશિઓને મિશ્ર પરિણામ મળી શકે છે. 

ચંદ્રગ્રહણ વખતે મંદિરના દરવાજા કેમ બંધ કરવામાં આવે છે? 
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણ સાથે કેટલાક ખાસ નિયમો જોડાયેલા છે. આ માન્યતાઓ અનુસાર, ચંદ્રગ્રહણ સમયે ભગવાનની મૂર્તિઓની પૂજા કરવી, સ્પર્શ કરવો વર્જિત માનવામાં આવે છે. એટલા માટે આ સમયે મંદિરના દરવાજા બંધ રાખવામાં આવે છે. તે જ સમયે, ઘરમાં હાજર પૂજા સ્થાન પર પડદા મૂકવામાં આવે છે. પૌરાણિક નિરીક્ષકો અનુસાર, ગ્રહણ દરમિયાન નકારાત્મક શક્તિઓની અસર વધે છે અને દૈવી શક્તિઓ ઓછી થવા લાગે છે. એટલા માટે આ સમય દરમિયાન માનસિક જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. જેથી તમે માનસિક રીતે મજબૂત બની શકો. 

આ ચંદ્રગ્રહણ 4 વર્ષ 10 મહિના પછી જોવા મળશે, આગામી ચંદ્રગ્રહણ કયારે દેખાશે?
આ પહેલા ગ્રહણ થયેલો ચંદ્ર 31 જાન્યુઆરી 2018ના રોજ જોવા મળ્યો હતો. એટલે કે 4 વર્ષ અને 10 મહિના પછી ગ્રહણને કારણે ભારતમાં ચંદ્રનો ઉદય થશે.  આજે વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ છે. આ પછી આવતા વર્ષમાં ચાર ગ્રહણ થશે. 20 એપ્રિલે સૂર્યગ્રહણ થશે, ત્યારબાદ 05 મે 2023ના રોજ પેનમ્બ્રલ ચંદ્રગ્રહણ થશે. આ પછી 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ અને 28 ઓક્ટોબરે આંશિક ચંદ્રગ્રહણ થશે.  ભારતમાંથી આગામી પૂર્ણ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર, 2025ના રોજ જોવા મળશે, જોકે તે પહેલા ઓક્ટોબર 2023માં ભારતમાં નાનું આંશિક ગ્રહણ પણ જોઈ શકાશે.

Most Popular

To Top