Dakshin Gujarat

રામ રાખે એને.. વાપી રેલવે સ્ટેશને શખ્સ ચાલુ ટ્રેનની નીચેથી હેમખેમ બહાર નીકળ્યો!

વાપી: નસીબમાં જીવન લખ્યું હોય તો ચાલુ ટ્રેનની (Train) નીચેથી પણ માણસ જીવતો નીકળી શકે. આવો જ એક બનાવ શનિવારે રાત્રે વાપી રેલવે સ્ટેશન (Railwaystation) પર બન્યો હતો. જ્યાં ચાલુ ટ્રેનની નીચેથી એક શખ્સ હેમખેમ બહાર નીકળ્યો હતો. વાપી રેલવે સ્ટેશન ઉપર પ્લેટ ફોર્મ નં.૨ ઉપર શનિવારની રાત્રે ૮.૩૫ વાગ્યાની આસપાસ સુરતથી સંજાણ તરફ જતી મેમુ ટ્રેનમાં ચઢવા જતા એક મુસાફર ટ્રેનની નીચે પડ્યો હતો. જોકે મુસાફરોની સતર્કતાને કારણે ચેઈન પુલીંગથી મેમુ ટ્રેન તરત અટકી ગઈ હતી.

થોડી વારમાં ટ્રેકની બીજી તરફ મુસાફર ટ્રેનની નીચેથી બહાર નીકળ્યો હતો, તેના પગમાં ઈજા થઈ હતી. આ શખ્સને અન્ય મુસાફરોએ ઉંચકીને પ્લેટફોર્મ નં.૧ ઉપર મુક્યો હતો. ચાલુ ટ્રેનની નીચેથી મુસાફર હેમખેમ નીકળતાં વાપી સ્ટેશન ઉપર હાજર પેસેન્જરના ટોળેટોળા બડભાગી શખ્સને જોવા ભેગા થઈ ગયા હતા. અલબત્ત આ બનાવમાં જો કોઈ મુસાફર સમયસર ચેઈન પુલીંગ નહીં કરતે તો પ્લેટફોર્મ ઉપરથી ટ્રેનની નીચે પડનાર શખ્સનો જીવ બચ્યો નહીં હોત.

રામ રાખે તેને કોણ ચાખે જેવી ઉક્તિને સાર્થક કરતા આ બનાવમાં ટ્રેનની નીચે પડનારના બચી જવાથી તેની સાથે આખા સ્ટેશન ઉપર ઊભા મુસાફરોના ચહેરાઓ પર પણ જીવ બચ્યાનો સંતોષ જોવા મળ્યો હતો. ચાલુ ટ્રેનની નીચેથી હેમખેમ નીકળનાર શખ્સને ત્યારબાદ વાપી રેલવે પોલીસ તેમજ રેલવેના માણસો તરત સ્ટ્રેચર અને લારી લાવીને ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ચલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.

નવસારી દશેરા ટેકરીમાં ટોઈટલેટમાં પડી જતાં યુવાનનું મોત
નવસારી : નવસારી દશેરા ટેકરીમાં કુદરતી હાજતે ગયેલા યુવાનનું પડી જતા મોત નીપજ્યાનો બનાવ નવસારી ટાઉન પોલીસ મથકે નોંધાયો છે. મળતી માહિતી મુજબ, નવસારી દશેરા ટેકરી રેલરાહત કોલીનીમાં કિરણભાઈ ચંદ્રકાંતભાઈ રાઠોડ (ઉ.વ 39) તેમના પરિવાર સાથે રહેતા હતા. ગત 11મીએ કિરણભાઈ તેમના ઘરે ટોયલેટમાં હાજતે ગયા હતા. જ્યાં તેમનો પગ લપસી જતા તેઓ પડી ગયા હતા. જેના કારણે તેમને માથાના ભાગે મૂઢ માર વાગતા પરિવારજનોએ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડોકટરે તેમને ચકાસીને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ધર્મેશભાઈ રાઠોડે નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.આઈ. કે.એચ. ચૌધરીએ હાથ ધરી છે.

Most Popular

To Top