National

વધુ કેસોવાળા રાજ્યોમાં પહેલા રસીકરણને વેગ આપવા કેન્દ્રની સૂચના

ભારતમાં 36 દિવસ પછી ફરી એક વાર 24 કલાકમાં 18000 કરતા વધુ કેસો નોંધાયા છે જે સાથે દેશમાં કોવિડ-19 ( COVID – 19) ના કેસોનો આંકડો વધીને 11192088 થયો છે જયારે આજે સતત ચોથા દિવસે સક્રિય કેસોમાં વધારો થયો છે અને આ કેસો 180304 થયા છે એમ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું.


દેશમાં કોરોનાવાયરસના ( CORONA VIRUS) ચેપથી વધુ ૧૦૮ લોકોના મૃત્યુ સાથે આનાથી દેશનો કુલ મૃત્યુઆંક 157656 થયો છે જ્યારે એક દિવસમાં નવા 18327 કેસો નોંધાયા છે એક મંત્રાલયના આંકડા જણાવતા હતા. આ પહેલા 29 જાન્યુઆરીએ દેશમાં 24 કલાકના સમયગાળામાં 18855 નવી કેસો નોંધાયા હતા. જેના પછી અત્યાર સુધી દૈનિક નવા કેસો 18000 ની નીચે રહ્યા હતા. દેશમાં આ રોગથી સાજા થયેલા લોકોનો આંકડો વધીને 10854128 થયો છે જે સાથે દેશનો રિકવરી રેટ 96.98 ટકા થયો છે જ્યારે કે આ રોગથી મૃત્યુદર 1.41 ટકા છે.


મહારાષ્ટ્ર ( MAHARASHTRA) , કેરળ ( KERAL) , પંજાબ ( PUNJAB) , કર્ણાટક ( KARNATAK) અને તમિલનાડુ ( TAMILNADU) , ગુજરાત ( GUJARAT) માં કોવિડ-19ના નવા દૈનિક કેસોના આંકડા ઉંચા જણાયા છે. આ સાથે જ જે રાજ્યો અને સંઘ પ્રદેશોમાં કોવિડ-19 ના કેસોનું પ્રમાણ ઉંચુ જણાયું છે તે રાજ્યો અને સંઘ પ્રદેશોને રસીકરણને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર તરફથી સૂચના આપવામાં આવી છે. આજે યોજાયેલી એક બેઠકમાં રાજ્યોને સૂચના આપવામાં આવી હતી કે તેઓ રસીકરણ ( VACCINATION) ના કાર્યક્રમને વેગ મળે તે માટે ખાનગી હોસ્પિટલો સાથે પણ સહકાર કરે. આ ઉપરાંત આરટી-પીસીઆર ટેસ્ટ વધારવા પણ આ રાજ્યોને સૂચના આપવામાં આવી છે.

શુક્રવારે 15 લાખ લોકોને રસી અપાઇ
5મી માર્ચે દેશમાં રેકોર્ડ 15 લાખ લોકોને કોરોનાની રસી અપાઇ હતી જે અત્યાર સુધીનો સૌથી વધુ દૈનિક આંકડો છે. આ સાથે કુલ રસીનો આંક 1.94 કરોડ થયો છે. રસીકરણ 16મી જાન્યુઆરીથી અને બીજો ડૉઝ 13 મી ફેબ્રુઆરીથી શરૂ થયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top