Dakshin Gujarat

ચીખલીમાં બે લક્ઝુરિયસ કાર સંબધીને વાપરવા આપતા તે પરત આપી નહીં અને…

ઘેજ : ચીખલી તાલુકાના કૂકેરીમાં બે લક્ઝુરિયસ મોંઘી કાર (Car) સંબધી પાસે વાપરવા લીધા બાદ પરત નહીં આપતા અને પેમેન્ટ (Payment) પણ નહીં ચુકવ્યું હોવાની ફરિયાદમાં પોલીસે (Poliec) બાપ-દીકરા અને મદદગારીમાં સંડોવાયેલા સહિત પાંચ જેટલા સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી પી. ડી. પરમારે 2018ના વર્ષમાં ટોયેટા ફોરચ્યુનર ગાડી જીજે-21 સીએ 7720 લોન ઉપર નવી લીધી હતી અને હપ્તો પણ ભરતા હતા.

આ ગાડી તેમના સગા કાકા અમ્રતસિંહ છીતુભાઈ પરમારને પસંદ પડતા તેમણે ગાડી વેચાણે લઇ જે પેમેન્ટ કરવાનું થાય તે કરી દેવાનો વિશ્વાસ આપી ગાડી લઇ લીધી હતી. ઉપરાંત જાગૃતિબેન નરેન્દ્રસિંહ પરમારે લોન ઉપર નવી જ લીધેલી હોન્ડા સીવીક કાર જીજે 21-સીબી-7720 નો હપ્તો પણ તેઓ ભરતા હતા. તે કાર અમ્રતસિંહનો દીકરો રાકેશસિંહ પરમારને પસંદ પડતા તેઓએ ગાડી વેચાણે લઇ જે પેમેન્ટ કરવાનું થાય તે કરી દેવાનો ભરોસો આપી ગાડી લઇ જઇ આજદિન સુધી બન્ને ગાડીઓના વેચાણના પેમેન્ટ કર્યા નથી કે બંને ગાડીઓ વેચાણના પેમેન્ટ કર્યા નથી કે ગાડીઓ પરત નહીં આપી અમેરિકા જતા રહ્યા હતા. ઉપરાંત ગાડીઓ સંબંધીઓની મદદગારીમાં સગેવગે કરી દીધી હોવાની ફરિયાદમાં પોલીસે અમ્રતસિંહ છીતુભાઈ પરમાર, રાકેશસિંહ અમ્રતસિંહ પરમાર ઉપરાંત સંજયસિંહ રામસિંહ પરમાર રાકેશસિંહ અમ્રતસિંહ પરમાર, પાર્થ મહેશસિંહ પરમાર સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ પી.વી. વસાવાએ હાથ ધરી હતી.

બેંક પ્રોસિઝરમાં ખબર પડતી નથી, રૂપિયા ટ્રાન્સફર કરવામાં મદદ કરો’
સુરત : સિટીલાઈટ ખાતે રહેતા અને એસબીઆઈમાં નોકરી કરતા યુવકને બે ગઠિયાએ બેંક પ્રોસિઝર બાબતે ખબર નથી પડતી રૂપિયા ટ્રાન્સફર કરવાની મદદ માંગી હતી. અને બાદમાં તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી 50 હજાર રોકડા લઈને તેને બે લાખ રૂપિયા કહીને રૂમાલની અંદર કાગળની ગડ્ડી પકડાવી ભાગી ગયા હતા. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. સિટીલાઈટ ખાતે શિવાંજલી એપાર્ટમેન્ટમાં રહેતો 25 વર્ષીય ભાવિન વિનોદભાઈ માંગેલાએ હાલમાં જ અભ્યાસ પૂર્ણ કરી એસબીઆઈમાં પાર્ટ ટાઈમ લાઈફ ઇન્સ્યુરન્સમાં નોકરી કરે છે. તે ગત 4 જુલાઈએ સિટીલાઈટ ખાતે આવેલી બીઓબીમાં તેના પિતાના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી બેગમાં મુક્યા હતા. પૈસા બેગમાં મુકીને બેંકની બહાર નીકળતા બે ગઠિયા તેને ભેટી ગયા હતા. આ ગઠિયાએ તેની પાસે બે લાખ રૂપિયા છે અને તેને તાત્કાલિક વતન મોકલવાના છે તેમ કહ્યું હતું. આ માટે બેંકની પ્રોસિઝર અંગે માહિતી માંગી હતી. ભાવિને માનવીય અભિગમ દાખવી તેને મદદ કરવા કહેતા અજાણ્યાએ બેંકમાં પૈસા ભરવાની સ્લીપ બતાવી હતી. અને તેના પિતાના ખાતામાં પૈસા ભરવાના છે તેનો નંબર આપ્યો હતો.

દરમિયાન બીજો ગઠિયો ત્યાં આવ્યો અને ભાવિનને સાઈડમાં લઈ ગયો હતો. અને આપણે મદદ કરવી જોઈએ બેંકમાંથી કામ ન થાય તો મની ટ્રાન્સફર કરાવી આપીશું તેમ કહીને અશોક પાન સેન્ટર પાસે લઈ ગયો હતો. બાદમાં ત્યાં જઈને અજાણ્યાએ ભાવિનને આ ભાઈને કંઈ ખબર પડતી નથી. તેમ કહીને તેના હાથમાં રૂમાલમાં રહેલી નોટોની ગડ્ડી જેમાં રોકડા બે લાખ છે તે રાખી લે અને તારી પાસેના 50 હજાર રૂપિયા આપી દે. હું મની ટ્રાન્સફરમાં જઈને પૈસા ટ્રાન્સફર કરાવી આવું છું. આવીને આપણે હિસાબ કરી લઈએ તેમ કહીને રીક્ષામાં બેસીને નીકળી ગયો હતો. ભાવિનને શંકા જતા તેણે રૂમાલ ખોલીને જોતા અંદર કાગળની ગડ્ડી હતી. જેથી તેને ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top