National

આરોપીઓનો તાંડવ: ગોળીઓ અને બોમ્બથી રાજુપાલ હત્યા કેસના સાક્ષીને મોતને ધાટ ઉતાર્યો

નવી દિલ્હી: બીએસપીના (BSP) પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ હત્યા કેસના (Murder Case) મુખ્ય સાક્ષી ઉમેશ પાલ પર બોમ્બ (Bomb) અને ગોળીઓથી (Firing) હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઉમેશ પાલનું મોત (Death) થયું હતું. તેની સુરક્ષામાં બે ગનર્સ પણ રોકાયેલા હતા. તેમાંથી એકનું મોત થયું હતું જ્યારે અન્ય ગનરને હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યો હતો. ઉમેશ પાલ તેમજ તેની સુરક્ષામાં હાજક કર્મીઓ પર હુમલાની આ ઘટના પ્રયાગરાજના ધુમાનગંજ વિસ્તારમાં બની હતી. પરિવારજનોનો આરોપ છે કે આ હુમલો બાહુબલી અતીક અહેમદના કહેવા પર થયો હતો. હુમલા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને નજીકમાં લાગેલા સીસીટીવીને સ્કેન કરવામાં આવી રહ્યા છે. પોલીસ સીસીટીવીની તપાસ કરીને હુમલાખોરો કોણ છે તેની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

25 જાન્યુઆરી, 2005ના રોજ પ્રયાગરાજમાં રાજુ પાલની રસ્તા વચ્ચે હત્યા કરવામાં આવી હતી
જણાવી દઈએ કે 25 જાન્યુઆરી, 2005ના રોજ પ્રયાગરાજમાં બીએસપીના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલની રસ્તા વચ્ચે હત્યા કરવામાં આવી હતી. આ જ હત્યાના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ પર આજે હુમલો થયો છે. આ હુમલામાં ઉમેશ પાલને ગોળી વાગી હતી અને તેનું મોત થયું હતું આ સાથે જ તેની સુરક્ષામાં તૈનાત બે ગનર્સ માંથી એકનું મોત તેમજ એક ઘાયલ થયો છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

યુપીમાં 2004ની સામાન્ય ચૂંટણીમાં, અતીક અહમદ ફુલપુરથી સપાની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ પછી અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભા સીટ ખાલી થઈ ગઈ. આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં સપાએ અતીકના નાના ભાઈ અશરફને ટિકિટ આપી હતી. પરંતુ બસપાએ રાજુ પાલને પોતાની સામે ઉભા કરી દીધા. તે પેટાચૂંટણીમાં બસપાના ઉમેદવાર રાજુ પાલે અતીક અહેમદના ભાઈ અશરફને હરાવ્યા હતા. પેટાચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત ધારાસભ્ય બનેલા રાજુ પાલની થોડા મહિનાઓ બાદ 25 જાન્યુઆરી, 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં દેવી પાલ અને સંદીપ યાદવ પણ માર્યા ગયા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હત્યા કેસમાં સાંસદ અતીક અહેમદ અને તેના ભાઈ અશરફના નામ સામે આવ્યા હતા.

Most Popular

To Top