uncategorized

BJP પાર્લામેન્ટરી બોર્ડના નવા ફોર્મ્યુલા પ્રમાણે સુરતના આ નામોને કોર્પોરેટરોને ટિકીટ નહીં મળે?

સુરત : રાજ્યમાં આગામી 21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગર પાલિકા સહિતની (Municipal Elections) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપે આજે પાર્લામેન્ટ્રી બોર્ડમાં કોને ટિકીટ અપાશે અને કોને નહીં એ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ C.R.Patilએ જાહેરાત કરી હતી કે હવે પાર્ટીમાં 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકીટ નહીં અપાય. જો કે આજે આ નિવેદન પર પાર્ટીએ નિર્ણય લઇને સત્તાવાર જાહેરાત પણ કરી દીધી છે.

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની (Dy. CM Nitin Patel) હાજરીમાં અને પ્રદેશ પ્રમુખ પાટીલની અધ્યક્ષતામાં મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં જે નિર્ણય લેવાયો છે એ મુજબ પાર્ટી આગામી ચૂંટણીમાં કોઈ પણ નેતાના પરિવારના સભ્યને ટિકિટ નહિં મળે આ સિવાય સૌથી ચોંકાવનારો નિર્ણય એ છે કે 60 વર્ષથી ઉપરનાં નેતાઓને ટિકિટ નહિ મળે. વધુમાં જે વ્યક્તિ છેલ્લા ત્રણ ટર્મથી કાઉન્સિલર છે તેમને પણ ભાજપ ટિકિટ નહિ આપે.

આ નિર્ણયથી ગુજરાત ભાજપમાં અનેક નાના મોટા ભૂકંપો આવી ચૂક્યા હોય એવું લાગે છે. સુરતની વાત કરીએ તો એકલા સુરતમાં આ નામો એવા છે, જેમના નામ પર ચોકડી મૂકાશે. જાણવા મળ્યુ છે કે હાલમાં ભાજપ પાસે પ્રત્યેક વોર્ડ દીઠ 16 નામોની યાદી છે, જેના પર ચર્ચા કરીને લગભગ ચોથી ફેબ્રુઆરી સુધી ભાજપ પોતાના મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. અને અંતિમ લિસ્ટ દિલ્હી જશે.

સુરતમાં 60થી વધુ વર્ષની ઉંમરવાળા ઉમેદવારો:

  1. ભવનભાઇ વસરામભાઇ સિસારા
  2. સુભાષભાઇ નામદેવ પાટીલ
  3. મગ્નાદેવી રાધેશ્યામ શુક્લા
  4. પ્રવીણભાઇ જીરામભાઇ કહર
  5. પુષ્પાબેન ગોવિંદભાઇ પટેલ (પુષ્પાબેન પટેલ બોમ્બેવાલા)
  6. રશ્મિકાબેન દશરથભાઇ પટેલ
  7. શંકરલાલા વ્રજલાલ ચેવલી
  8. રાજેશભાઇ મનુભાઇ દેસાઇ
  9. મંજુબેન બાળુભાઇ દુધત
  10. ડૉ. રમણભાઇ મકનભાઇ પરમાર
  11. નીતિનભાઇ દેવપ્રસાદભાઇ ઠાકર (ભજિયાવાળા)
  12. પ્રવીણભાઇ મગનભાઇ પટેલ
  13. મૂળજીભાઇ માધવજીભાઇ ઠક્કર
  14. અનિતાબેન યશોધરાભાઇ દેસાઇ
  15. ડૉ. ડી.એમ. વાનખેડે
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top