Vadodara

ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો વિપક્ષ પર પ્રહાર

દાહોદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત સત્તા મેળવવા માટે ભારતીય જનતા પાર્ટીએ તેના ચાર પ્રચારકો મેદાનમાં ઉતાર્યા છે.ત્યારે વડોદરા શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ઉમેદવારોના પ્રચાર અર્થે શહેરની મુલાકાતે આવ્યા હતા. વડોદરા શહેરમાં ચૂંટણીનો માહોલ છે. ત્યારે એક બાદ એક દિગ્ગજ નેતાઓની સાથે સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરી પોતાના ઉમેદવારને જંગી બહુમતીથી વિજય બનાવવા સભાઓ ગજવી રહ્યા છે.ત્યારે મંગળવારે ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વડોદરામાં જાહેર સભા સંબોધી હતી.

ઉપસ્થિત જનમેદની ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સંતો શૂરવીરો અને રાષ્ટ્રને દિશા આપવાવાળી ધરતી છે. ગુજરાતમાં જન્મ લેનાર ભાગ્યશાળી છે. ગુજરાત સરકાર આવનાર સમયમાં મેડિકલ કોલેજો બનાવશે.દેશના પ્રધાનમંત્રીએ વિશ્વનું સૌથી મોટું કોરોના વેક્સિન કવરેજ આપ્યું.ભારતે 9 મહિનામાં બે બે કોરોના વેક્સિન બનાવી. કોંગ્રેસે ઇન્ડિયા જોયું છે ભારત નહીં વધુમાં તેમણે જણાવ્યું હતું કે એમએસએમઇ સેક્ટર વડોદરામાં પાંચ કરોડથી 25 કરોડનું થશે.ગુજરાત વિકાસની દ્રષ્ટિએ ઘણું આગળ નીકળી ગયું છે.

રાજ્યમાં 24 કલાક વીજળી મળી રહી છે.ફોરેન ઇન્વેસ્ટમાં ગુજરાત સૌથી આગળ, એક્સપોર્ટમાં પણ ગુજરાત આગળ છે.ગુજરાતમાં મહિના સુધી કરફ્યુ રહેતો હતો. એન્ટી ટેરેરિસ્ટ સેલ બનાવી આતંકવાદને ખત્મ કરીશું.વધુમાં વિપક્ષ પર નિશાન સાધી શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભારતને તોડવા વાળા જોડવા માટે નીકળ્યા છે.હિમાચલમાં આપના ઉમેદવારોની જમાનત જપ્ત થશે અને આપને સબક શીખવાડવાનું કામ ગુજરાત કરશે તેમ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ જણાવ્યું હતું.

દેવગઢ બારીઆમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જાહેર જનતાને સંબોધી
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ નગરમાં આજરોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જાહેર જનતાને સંબોધી હતી. જે.પી. નડ્ડાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રકારો કર્યાં હતાં. પોતાના ભાષણમાં નડ્ડાએ આદિવાસીઓના વિકાસના કામોની વાતો કરી હતી. વિશાળ જન મેદની વચ્ચે નડ્ડાએ જાહેર જનતાને સંબોધી જણાવ્યું હતું કે, ભાજપે રોજગારી આપી, શિક્ષણ આપ્યું, પાણી, રસ્તાઓ આપ્યાં છે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માત્ર મોટી મોટી વાતો કરી હોવાના આકરા પ્રહારો કર્યાં હતાં. દેવગઢ બારીઆ ૧૩૪ વિધાનસભાની બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જાહેર જનતાને સંબોધી જણાવ્યું હતું કે, ૨૦ વર્ષ પહેલા પાણીના એક એક બુંદ માટે લોકો તરસી રહ્યા હતા આજે ભાજપના રાજમાં ઘરે ઘરે પાણી પહોંચ્યું છે સ્કૂલ કોલેજ વિદ્યાલય નવી બની છે.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વન બંધનું કલ્યાણ યોજના માટે એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરીને વિકાસ કરાશે. નવા રસ્તા બનશે. રોજગારી ઊભી થશે શિક્ષણ મળશે. ટ્રાયબલ વિસ્તારમાં ૧૦ નવી મેડિકલ કોલેજ ખુલશે. ૨૫ બીરશા મુંડા રિહાઇસી સ્કૂલ ખુલશે જેમાં આદિવાસી વિસ્તારના બાળકોને શિક્ષણ પુરતું મળી રહેશે. ખેડૂતો માટે ૨૫૦૦૦કરોડ ખર્ચ કરવામાં આવશે. આયુષમાનના કાર્ડ દાહોદ જીલ્લામાં સોથી વધારે કાર્ડ આપવામાં આવ્યાં છે. હવે પાંચ લાખથી વધારીને દસ લાખની સહાય કરવામાં આવી છે જેનો ગરીબોને લાભ મળશે. ૨૦ લાખ લોકોને રોજગાર મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવશે. દીકરીઓ માટે કે.જી. થી લઇ કોલેજ સુઘી મફત સીક્ષણ આપવામાં આવશે. આમ આદમી પાર્ટીએ શું કર્યું જે આજે તમારી પાસે વોટ માંગે છે. દાહોદમાં ૧૪૦૦૦ આવાસ બન્યાં છે. ચુંટણીમાં કોંગ્રેસ સોધવામાં નથી મળતી. આમ આદમી પાર્ટી ચુંટણી આવી ત્યારે જાેવા મળે છે ચુંટણી પત્યા પછી ક્યાંય જાેવા નથી મળતા અનેક રાજ્યોમાં આમ આદમી પાર્ટીની જમાનત જપ્ત થઈ છે ત્યારે અહી પણ તેજ પરિસ્થિતિ થવાની છે. ભારતમાં જનજાતિ સમાજના રાષ્ટ્રપતિ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાવ્યાં છે. પહેલા ૩૬૫ દિવસ કરફ્યુ લાગતું હતુ હમણાં એક દિવસ કરફ્યુ નાથી લાગતું. ગુજરતમાં પહેલાં ૬૦૦૦ ચેક ડેમ હતા આજે ૧,૬૦,૦૦૦ ચેક ડેમ છે. ગુજરાતમાં પાણીનું સ્તર ઉંચુ આવ્યું છે જેનું કારણ છે સોથી મોટી કેનાલ નર્મદા કેનાલ.

Most Popular

To Top