Gujarat

સુરત કોર્ટના ચુકાદાનો કાયદાકીય અભ્યાસ કરી આગળ વધવામાં આવશે: કોંગ્રેસ

અમદાવાદ: ‘ભાજપ (BJP) રાજમાં સરકારના મળતિયા-ઉદ્યોગપતિઓ કરોડો રૂપિયાની લુંટ કરી વિદેશ ભાગી ગયા છે. પરતું પ્રધાનમંત્રી કે ભાજપના કોઈ નેતાએ હરફ સુદ્ધાં નથી ઉચ્ચાર્યો. કોંગ્રેસ (Congress) પક્ષ અને રાહુલ ગાંધી ભ્રષ્ટાચાર સામે લડી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ પક્ષ સુરત (Surat) ખાતે કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનો કાયદાકીય અભ્યાસ કરી આગળ વધવામાં આવશે.

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ કહ્યું હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સત્ય સાથે અહિંસાની રાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની આ લડાઈ લાંબી છે. ભાજપ ગમે તેટલો ડરાવવા, ધમકાવવા, અવાજ દબાવવા, ખોટા કેસ દાખલ કરવાનો પ્રયાસ કરે, અવાજ દબાવવાનો નથી. રાહુલ ગાંધી સામાજિક, આર્થિક અને રાજકીય મુદ્દાઓ પર બોલતા અને અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશે. દેશની જનતા ખાસ કરીને યુવાનો, ખેડૂતો, મહિલાઓ સહિત શોષિત પીડિત વંચિત વર્ગોનો અવાજ ઉઠાવશે, જવાબદારી નિભાવતા રહેશે.

રાહુલ ગાંધી ગરીબ-સામાન્ય વર્ગ માટે મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દા સતત ઉઠાવી રહ્યાં છે, પરંતુ મોદી સરકારનું ધ્યાન ત્યાં જતું નથી. ભાજપ સરકાર માત્રને માત્ર રાહુલ ગાંધીનો અવાજ બંધ કરવા, બદલાની રાજનીતિ કરવામાં વ્યસ્ત છે. પરતું ભારત દેશમાં લોકતંત્રને બચાવવા, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે રાહુલ ગાંધી સવાલ ઉઠાવતા રહેશે. કોંગ્રેસનો એક એક કાર્યકર રાહુલ ગાંધી સાથે ખભેથી ખભો મિલાવી આ ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં લડત આપતા રહેશે.

Most Popular

To Top