Gujarat

ગિજુભાઈ બધેકાની સ્વર્ણિમ જયંતી નિમિત્તે બાળવાર્તાઓના પુસ્તકનું વિમોચન કરતા શિક્ષણ મંત્રી

ગાંધીનગર: બાળ વાર્તાકાર ગિજુભાઈ બધેકાની જન્મ જયંતી (Birth anniversary) દિન તા.૧૫મી નવેમ્બરને સમગ્ર રાજ્યમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આ સ્વર્ણિમ જયંતી પ્રસંગે જાણીતા બાળ વાર્તાકાર પ્રહલાદભાઈ સુથારના ‘પમરાટ પુષ્પ પુષ્પ’ અને ‘આ… તો… વાતો…’ બાળવાર્તાના પુસ્તકોનું (Book) વિમોચન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ભારતનું ભવિષ્ય એવા બાળકને ગમતા બાળગીતો-બાળવાર્તાઓની કથની હવે લુપ્ત થવા જઈ રહી છે ત્યારે વર્તમાનમાં જે જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકારે બાળવાર્તા દિન તરીકે ઉજવણી કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જીતુ વાઘાણીએ લેખક પ્રહલાદભાઇ સુથારને અભિનંદન આપતા કહ્યું કે, ગિજુભાઈ બધેકા ૧૦૦ વર્ષ પહેલા બાળમાનસને કેળવવા અને ઘડતર કરવાના વિચારનો પાયો નાખ્યો હતો. બાળ મંદિર અને બાળમાનસની કેળવણીનો ખ્યાલ પણ તેમણે આપ્યો હતો. જાહેર જનતા તેમને ‘મુછાળી માં’ તરીકે ઓળખે છે.

Most Popular

To Top