Business

બિલ ગેટ્સે PM મોદીનો ઈન્ટરવ્યુ લીધો, વડાપ્રધાને કહ્યું ભારતમાં બાળક જન્મે ત્યારથી જ ‘આઈ’ અને ‘AI’ બોલે છે…

નવી દિલ્હી: અબજોપતિ ઉદ્યોગપતિ અને માઇક્રોસોફ્ટના (MicroSoft) કો-ફાઉન્ડર બિલ ગેટ્સે (Bill Gates) ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો (PMModi) ઇન્ટરવ્યુ લીધો. આ ઈન્ટરવ્યુની થીમ ફ્રોમ એઆઈ ટુ ડીજીટલ પેમેન્ટ (AI to Digital Payments) છે. આ ઈન્ટરવ્યુ આજે શુક્રવારે ટેલિકાસ્ટ કરવામાં આવશે.

તે પહેલા ન્યૂઝ એજન્સી ANIએ તેનો પ્રોમો લોન્ચ કર્યો છે. પ્રોમોમાં બંને એઆઈ અને ટેકનોલોજી દ્વારા ભારતમાં લોકોની બદલાતી જીવનશૈલી, આરોગ્ય સંભાળ, શિક્ષણ, કૃષિ, મહિલા શક્તિ અને ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરતા જોવા મળે છે. ભારતના ટેક્નોલોજીકલ વિકાસની વાત કરતી વખતે પીએમ મોદીએ બિલ ગેટ્સને નમો એપ (NAMOApp) બતાવી, જેને જોઈને ટેક કિંગ પોતાની જાતને તેના વખાણ કરતા રોકી શક્યા નહીં. 

અહીં બાળક આઈ તેમજ AI બોલે છે
AI અને ડિજિટલ ટેક્નોલોજી પરના એક પ્રશ્નના જવાબમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જ્યારે આપણા દેશમાં બાળકનો જન્મ થાય છે ત્યારે તે ‘આઈ’ અને ‘એઆઈ’ પણ બોલે છે. ‘આઈ’ નો અર્થ માતા થાય છે. પીએમ મોદીએ ટેક કિંગ સાથે ભારતના ટેકનોલોજિકલ વિસ્તરણ અને AI સંબંધિત દેશમાં વધી રહેલા પ્રયાસો વિશે ચર્ચા કરી. તેમણે બિલ ગેટ્સને નમો એપનો ઉપયોગ કરતાં શીખવ્યું.   

સેલ્ફી લીધા પછી બિલ ગેટ્સ દંગ રહી ગયા
વડાપ્રધાન મોદીએ માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને નમો એપનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું અને એપની મદદથી સેલ્ફી લેવાનું કહ્યું. ટેક જાયન્ટે સેલ્ફી લેતાની સાથે જ એપના ‘ફોટો બૂથ’ ફીચરે પીએમ મોદી સાથેના તેમના તમામ જૂના ફોટા એકસાથે દર્શાવ્યા હતા. બિલ ગેટ્સ આ જોઈને દંગ રહી ગયા. નમો એપના વખાણ કરતા તેમણે કહ્યું કે તે અદ્ભુત છે.  

જેને સાઇકલ ચલાવવાનું આવડતું ન હતું તે પાઇલટ બની ગયો
ગ્રામીણ ભારતમાં ટેક્નોલોજીના વિકાસની વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે અમારા ગામડાની મહિલાઓ ભેંસ ચરાવશે, ગાય ચરાવશે, દૂધ દોહશે…ના. હું તેમના હાથમાં ટેકનોલોજી જોવા માંગુ છું. જેઓ સાઇકલ ચલાવવાનું નથી જાણતા તેઓ હવે ડ્રોન ઉડાવી રહ્યા છે અને પાઇલટ બની ગયા છે. તેમણે મહિલા શક્તિ, ડ્રોન દીદી વિશે ચર્ચા કરી અને ગ્રામીણ ભારતમાં ટેકનોલોજીના વિસ્તરણ વિશે વાત કરી. 

રિસાયકલ કરેલ સામગ્રીમાંથી બનાવેલા જેકેટ વિશે વાત કરી
ક્લાઈમેટ ચેન્જ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે મેં જે જેકેટ પહેર્યું છે તે રિસાઈકલ મટિરિયલથી બનેલું છે. તેમણે કહ્યું કે ભારતની પ્રગતિનું માપદંડ આબોહવાને અનુકૂળ બનવાનું છે. ઈન્ટરવ્યુમાં તેણે કોરોના સામે ભારતની લડાઈ અંગે ચર્ચા કરી હતી. ડીજીટલ પેમેન્ટ પર વાત કરી.PM મોદીનો સંપૂર્ણ ઈન્ટરવ્યુ શુક્રવારે ટેલિકાસ્ટ થશે. 

Most Popular

To Top