SURAT

ગુજરાત સાથે’બિગ બી’ના કનેક્શન: એંગ્રી યંગમેનના 80મા જન્મદિન ઉપર સંદેશાઓની ધૂમ

સુરત : બૉલીવુડના ‘બિગ બી’ 79 (Big B) વટાવી 80માં વર્ષમાં પ્રવેધ કરશે .આજે તેમનો બર્થડે (Birthday) છે. અમિતભ બચ્ચનના (Amitbh Bachchan’s) ગુજરાત સાથેને કનેક્શનો પણ જાણીતા છે. ગુજરાત ટુરિઝમના (Gujarat Tourism) બ્રાન્ડ એમ્બેસેટર (Brand ambassador) તરીકેનો તેઓ ચહેરો બન્યા છે.ગુજરાતના કચ્છ અને ખાસ તો ગિરિમથક સાપુતારા સાથે તેમનો ગહેરો ધરોબો જગ જાહેર થયો છે. ‘કૂછ દિન તો બિતાઈએ ગુજરાતમે’ કોણ આ વાક્ય બોલ્યું છે તે વાંચકોને કહેવાની જરૂર નથી.હાલ તેઓ 80ની ઉંમરે પહોંચ્યા હોવા છતાં તેમની ફિલ્ડમાં એટલીજ ઊર્જા સાથે કામ કરી રહ્યા છ.તેથી જ તેમને બૉલીવુડમાં એન્ગ્રી યંગ મેનનું હુલામણું નામ મળ્યું છે.તેથી જ તો કહેવાયું છે કે ‘એઈજ ઇસ ઓન્લી નંબર.

સાત હિન્દુસ્તાની થી શરુ કરી હતી ફિલ્મી સફર
ફિલ્મી દુનિયામાં પગ મુક્યો ત્યારે તેમને રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો.’બિગ બી’ની કરિયરની પહેલી ફિલ્મ તો સાત હિન્દુસ્તાની હતી.જોકે ત્યારબાદ એકીસાથે તેમની સાત ફિલ્મ સતત ફ્લોપ ગઈ હતી.એક સમયે બૉલીવુડ છોડીને જવાનો નિર્ણય કરી ચૂકેલા બચ્ચનેને મનમોહન દેસાઈ ગોડફાધર બન્યા હતા જંજીરમાં તેમેને કાસ્ટ કાર્ય બાદ તેમને પાછળ વળીને જોયું જ નથી.અમિતાભ બચ્ચનની હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર હતી જેમાં તેઓએ ગુરુની ભૂમિકા ભજવીને દર્શકોના દિલ જીત્યા હતા.હાલ કેબીસીની હોટ સીટ ઉપર બેસી શો હોસ્ટ કરી રહ્યા છે.જે પણ દર્શકો ટાઈમ ઉપર ટેલિવિઝન ઉપર નિહાળી રહ્યા છે.

સુરત સાથે પણ છે ખાસ નાતો
સુરત સાથે અમિતાભ બચ્ચનનો ખાસ અને યાદગાર પળો રહી છે. કેબીસીની એક સીઝન પણ સુરત શહેરમાં તેમને હોસ્ટ કરી હતી.ઉપરાંત સુરત શહેરના અનેક નમકિત વ્યક્તિઓ બિગ બી સાથે હાથ મિલાવી આવ્યા છે. સુરતમાં તે તેમના જબર ફેન પણ છે જે તેમની દરેક અદાના દીવાના છે.બે વર્ષ પહેલા એટલૅ કે કોરોના કાળ પહેલા તો તેમના નામ અને ફોટા વાળી કેક પણ સુરતી ફેનોએ કાપી હતી.આ સાથે આવતી કાલે પણ તેમના જબર ફેનો કઈને કંઈક નવાજુની કરીને સોશ્યલ મીડિયા ઉપર છવાઈ જશે.

80 રૂપિયામાં ફિલ્મ જુઓ
અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને બાલાજી મોશન પિક્ચર્સે કહ્યું હતું, ‘આવતીકાલે બિગ બી 80 વર્ષના થશે. આ ખાસ પ્રસંગને ખાસ રીતે સેલિબ્રેટ કરવો જોઈએ. આથી જ તેમના 80 વર્ષના બર્થડે પર તેમના ફેન ફોલોઇંગ તથા લેગસીને જોતાં બિગ બીની નવી ફિલ્મ ‘ગુડબાય’ પરિવાર સાથે માત્ર 80 રૂપિયામાં જોઈ શકો છો. લિંક પર જઈને ટિકિટ બુક કરો.

Most Popular

To Top