National

ભોપાલમાં ફરી ગેસ કૌભાંડ! ક્લોરીન ગેસ લીકેજ થતાં લોકોના શ્વાસ રૂંધાયા

ભોપાલ: ભોપાલના (Bhopal) ઇદગાહ હિલ્સમાં સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં (Water treatment plant) ક્લોરિન ગેસના (Chlorine gas) લીકેજને (leakage) કારણે, નજીકની વસાહતોમાં દોડધામ મચી ગઈ હતી. લોકોનો શ્વાસ રૂંધાવા લાગ્યો, આંખો બળવા લાગી હતી. ગભરાયેલા લોકો ઘરની બહાર દોડવા લાગ્યા હતા. બુધવારે સાંજે થયેલા આ લીકની માહિતી બાદ ભોપાલના તે વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો.

માહિતી મળતાની સાથે જ સરકારી વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું, 6 લોકોની હાલત બગડી

આ ઘટનાની માહિતી મળતાં રાજ્ય સરકારના તબીબી મંત્રી વિશ્વાસ સારંગ, મેયર માલતી રાય, કલેક્ટર અવિનાશ લાવાણિયા અને મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીના ઘણા જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જો કે, ત્યાં સુધીમાં લીકેજ ઘણું ઓછું થઈ ગયું હતું. આ અકસ્માતમાં બાળકી સહિત 6 લોકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. તેઓને હમીદિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન, ભોપાલની મધર ઈન્ડિયા કોલોનીમાં ક્લોરીન ગેસ લીક ​​થયા બાદ વસાહત ખાલી કરાવવામાં આવતા લોકો રસ્તા પર એકઠા થઈ ગયા હતા.

મંત્રી સારંગે કલેક્ટરને આ આદેશ આપ્યો હતો 

મંત્રી વિશ્વાસ સારંગે ભોપાલમાં ક્લોરીન ગેસ લીક ​​થવાની વધુ ઘટનાઓ ન બને તે માટે તમામ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની તપાસ કરવા કલેકટરને સૂચના આપી છે. મંત્રી વિશ્વાસ સારંગે હમીદિયામાં ભરતી થયેલા કર્મચારીઓની તબિયત ગેસ લીક ​​થવાને કારણે બગડતાં તેમને મળ્યા હતા અને તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી હતી. 

તમામ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની તપાસ કરવામાં આવશે

ભોપાલના કલેક્ટર અવિનાશ લાવાનિયાએ આ ઘટના પર કહ્યું કે ક્લોરીન ગેસ લીકની તપાસ કરવામાં આવશે. કલેકટરે કહ્યું કે, ક્લોરીન ગેસ લીક ​​થયો છે. નોઝલ ફેલ થવાને કારણે અડધા સિલિન્ડરનું પાણી વહી ગયું છે. અડધો સિલિન્ડર પાણીમાં ભળી રહ્યો છે.

Most Popular

To Top