Gujarat Main

ટોક્યો પેરાલિમ્પિક: ગુજરાતના ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો, સેમિફાઇનલમાં પહોંચીને કરી મેડલની પુષ્ટિ

ભારતની ટેબલ ટેનિસ (Indian table tennis) ખેલાડી અને ગુજરાત (Gujarat)ના મહેસાણાના ભાવિનાબેન પટેલે (Bhavina patel) ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં શાનદાર પ્રદર્શન કરીને મહિલા સ્પર્ધાની સેમિફાઇનલ (semifinal)માં પ્રવેશ કર્યો હતો. તે સેમીફાઇનલમાં પહોંચનાર ભારતની પ્રથમ (first Indian) ટેબલ ટેનિસ ખેલાડી બની છે. 

તેણીએ ક્લાસ -4 રાઉન્ડની ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરીસ્લાવા પેરીચ રાન્કોવીને 3-0થી હરાવી હતી. ભારતીય પેરા એથ્લીટ ભાવિનાએ રેન્કોવિચને 11-5, 11-6, 11-7થી હરાવી હતી. આ જીત સાથે, તેણે મેડલ સુનિશ્ચિત કર્યો છે, કારણ કે ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ માટે પ્લેઓફ નથી. તમને જણાવી દઈએ કે ભાવિનાએ આ મેચ માત્ર 17 મિનિટમાં જીતી લીધી હતી. ભારતીય પેરા એથ્લીટે પ્રથમ ગેમ માત્ર પાંચ મિનિટમાં જીતી હતી જ્યારે બીજી અને ત્રીજી ગેમ છ મિનિટમાં જીતી હતી.

સેમિફાઇનલમાં સુનિશ્ચિત મેડલ
આ સાથે ટેબલ ટેનિસમાં મેડલ સુનિશ્ચિત કરનાર ભાવિનાબેન પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે. પ્રથમ મેચ હાર્યા બાદ તેઓએ સતત ત્રણ મેચ જીતી હતી. તેણે સેમિફાઇનલમાં પહોંચીને પેરાલિમ્પિક્સમાં દેશનો પ્રથમ મેડલ પણ સુનિશ્ચિત કર્યો છે. ફાઇનલમાં પહોંચવા માટે ભાવિના શનિવારે ચીનની એમ ઝાંગ સામે ટકરાશે. બંને વચ્ચેની આ સેમીફાઇનલ મેચ 6:10 વાગ્યે થશે. 

અમે તેને મેડલ જીતતા જોશું- દીપા મલિક
ભારતીય પેરાલિમ્પિક સમિતિના પ્રમુખ દીપા મલિકે ટ્વિટર પર જાહેર કરેલા વિડીયોમાં કહ્યું, ‘તે નિશ્ચિત છે કે અમે તેને મેડલ જીતતા જોશું. કાલે સવારની મેચ (સેમી ફાઇનલ) તે નક્કી કરશે કે તે કયો મેડલ જીતશે.

અગાઉ, ભાવિના પટેલે ક્લાસ -4 રાઉન્ડમાં બ્રાઝિલની જોયસ ડી ઓલિવિરાને 3-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી હતી. આ મેચમાં ભાવિના સતત બ્રાઝિલના ખેલાડી પર ભારે હતી. ભારતીય પેરા એથ્લીટ ભાવિનાએ ક્લાસ -4 રાઉન્ડ ઓફ 16 મેચમાં બ્રાઝીલીયન ખેલાડીને 12-10, 13-11થી સીધા સેટમાં હરાવી હતી. 11-6થી પરાજય આપ્યો. જોયસે આ મેચમાં શાનદાર શરૂઆત કરી અને ભાવિના પર આગેવાની લીધી. પરંતુ આ દરમિયાન ભાવિનાએ જોરદાર વાપસી કરી અને પ્રથમ સેટ 12-10થી જીતી લીધો. 

ભાવિનાએ બીજા સેટમાં પણ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેણે બીજા સેટમાં બ્રાઝીલીયનને 13-11થી હરાવી. એક સમયે ભાવિના આ સેટમાં પાછળ પડી ગઈ હતી અને તેનો સ્કોર 7-10 હતો. ત્યાર બાદ તે ચારેય ગેમ પોઇન્ટ બચાવતી વખતે સેટ જીતવામાં સફળ રહી. આ પછી, ત્રીજા સેટમાં પણ, તેણે તેની શાનદાર રમત ચાલુ રાખી અને તેના વિરોધી પર 11-6થી જીત નોંધાવી. જોયસ ડી ઓલિવિરા સામે 3-0થી જીત મેળવ્યા બાદ તેઓ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. અગાઉ તેણે બ્રિટનની મેગનને હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 

જણાવી દઈએ કે ગુજરાત મહેસાણાના ભાવિના હસમુખભાઈ પટેલ દેશની મહિલા દિવ્યાંગ ટેબલ ટેનિસ ખેલાડી છે. તેણીએ આઈટીટીએફ પેરા ટેબલ ટેનિસ એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ-2013માં મહિલા સિંગલ્સ વર્ગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. વિકલાંગ હોવા છતાં આ 2013 આઈટીટીએફ પીટીટી એશિયન પ્રાદેશિક ચેમ્પિયનશિપ ખાતે ચાંદીનો ચંદ્રક જીતનાર તેણી પ્રથમ ભારતીય પેરા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી..

Most Popular

To Top