Dakshin Gujarat

ભરૂચના આમોદની નદીમાં એકસાથે 25 મગર દેખાયા, વિડીયો થયો વાયરલ

ભરૂચ: (Bharuch) ભરૂચના આમોદ (Aamod) નજીક ઢાઢર (Dhadhar) નદીના (River) પુલ (Bridge) પરનો કુતુહલ સર્જતો વિડીયો વાઈરલ (Video Viral) થયો છે. ઢાઢર નદીમાં મગરોનું (Crocodile) વિશાળ ઝુંડ પુલ નીચેથી પસાર થતું આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે. વિડીયો ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મગરોના આ ઝુંડમાં એક બે નહીં પરંતુ ૨૦થી ૨૫ જેટલા મગરો દેખાઈ રહ્યાં છે. આ વિડીયો આમોદની ઢાઢર નદીનો હોવાનું જાણવા મળ્યું છે. આ દ્રશ્ય જોયા બાદ નદીમાં મગરોનું વર્ચસ્વનો ભય પણ દેખાયો છે. સ્થાનિક રહીશોમાં ભય મિશ્રિત કુતૂહલ જોવા મળી રહ્યું છે.

  • આમોદની ઢાઢર નદીના પુલ નીચેથી મગરોનું ઝૂંડ પસાર થતું દેખાયું
  • ઢાઢર નદીના કિનારે રહેતા લોકોમાં ભય મિશ્રિત કુતૂહલ જોવા મળ્યુું
  • એકસાથે 20થી 25 જેટલાં મગર દેખાતા લોકોમાં ભયની લાગણી
  • શિકાર અથવા સૂર્યની ગરમી લેવા માટે મગરો આવ્યા હોવાની ચર્ચા

સ્થાનિક અગ્રણી મુકેશભાઈના જણાવ્યા પ્રમાણે ઢાઢર નદીમાં મગર નજરે પાડવામાં આમ તો સામાન્ય બાબત છે. ઢાઢર નદીના કિનારે નજર કરવામાં આવે તો મોટાભાગે એકાદ-બે મગર કિનારા ઉપર સૂર્યની ગરમી મેળવતા નજરે પડે છે. ઠંડા લોહીનો આ જીવ ગરમી મેળવવા પાણીની બહાર આવે છે. હાલની ઘટનાની વાત કરવામાં આવે તો એકસાથે આટલી મોટી સખ્યામાં મગર નજરે પડે એ આ મહત્વની ઘટના માનવામાં આવી રહ્યો છે.

પશુપ્રેમીના જાણકાર રમેશભાઈએ જણાવ્યું હતું કે મગરોનું ટોળું શિકાર કરવા માટે નીકળ્યું હોવાનું વિડીયો જોતા પહેલી નજરે લાગી રહ્યું છે. એક જ વિસ્તારમાં મોટી સંખ્યામાં મગરો ભેગા થવા તે આશ્ચર્ય છે. આમ તો નદીમાં માછલીઓ સહીતનો પુરતો ખોરાક મળે ત્યારે મગર આટલી મોટી સંખ્યામાં અસ્તિત્વ ટકાવી શકે છે. એક સાથે નદીમાં મગરો આટલી મોટી સંખ્યામાં નજરે પડવી ચોક્કસ લ્હાવા સમાન માની શકાય છે.

Most Popular

To Top