Dakshin Gujarat

ભરૂચમાં ઉત્તરાયણ પર્વે હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળી પતંગોના વેચાણ સામે વિરોધ

ભરૂચ: (Bharuch) આગામી ઉત્તરાયણ પર્વ (Uttarayana festival) નિમિત્તે ચાઇનીઝ દોરીના (Chinese led) વેચાણ અને હિન્દુ દેવી-દેવતાઓના (Hindu god) ફોટાવાળી પતંગોના (kite) વેચાણ સામે હિન્દુ સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.આગામી ઉતરાયણના તહેવારને ધ્યાને લઇ ભરૂચના એક હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું છે કે, દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિતે પતંગ ચગાવવાની ચાઇનીઝ દોરી કે, જેના વેચાણ પર પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક લાલચુ વેપારીઓ દ્વારા થોડા વધારે રૂપિયા કમાય લેવાની લાલચે આવી દોરીનું છૂટથી વેચાણ કરવામાં આવે છે.

હિન્દુ સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
જેના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. તદુપરાંત હિન્દુ દેવી-દેવતાઓના ફોટાવાળી પતંગો, રાષ્ટ્રીય ચિન્હવાળી પતંગો, મહાપુરુષોના ફોટાવાળી પતંગોનું સમય જતા રસ્તા પર ફાટેલી અવસ્થામાં લોકોના પગ નીચે, વાહનો નીચે આવે છે, જે હિન્દુઓની ધાર્મિક લાગણી અને તમામ ભારતીયોની રાષ્ટ્રીય લાગણીને દુભાવે છે. ત્યારે મામલે વેપારીઓ પર કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના અપાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

જીપીસીબી દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતી દુકાનોમાં આકસ્મિક ચેકિંગ
અંકલેશ્વર: અંકલેશ્વર નગરપાલિકા અને જીપીસીબી દ્વારા સંયુક્ત રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં અચાનક ચેકિંગ ધરવામાં આવ્યું હતું. જે ચેકિંગ દરમિયાન જીપીસીબી, અંકલેશ્વરના મદદનીશ પર્યાવરણ ઇજનેર રવિ જે. આચાર્ય તથા અંકલેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ જે. મહિડા, સુપરવાઈઝર હાર્દિક પટેલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. અને તેમણે પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ, સ્ટો, ચમચી અને ગ્લાસ વગેરેનો કુલ જથ્થો કિલો-16/500 ગ્રામ જથ્થો જપ્ત કરી કુલ ઈસમ પાસેથી 4500નો વહીવટી દંડ સ્થળ ઉપર જ વસૂલ કર્યો છે.

ચેકિંગના લીધે દુકાનદારોમાં ફફડાટ ફેલાયો
જે દરમિયાન અંદાજિત ૧૬ દુકાનમાં ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. જે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેનું ચેકિંગ જુદા જુદા વિસ્તારો જેવા કે ત્રણ રસ્તા પાસે, મેઇન સ્ટેશન રોડ, જૂની જ્યોતિ ટોકીઝ રોડ અને પરચેઝ જતા રોડના વિસ્તારમાં હાથ ધરવામાં આવ્યું હતું. આવી રીતે આ ચેકિંગના લીધે દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો.

Most Popular

To Top