Dakshin Gujarat

ભરૂચ પોલીસના ડરથી ડ્રાઇવરે ટ્રક ભેખડ પર ચઢાવી દીધી, ટ્રકમાંથી મળી આ વસ્તુ

ભરૂચ: (Bharuch) સામી દિવાળીએ ભરૂચ જિલ્લાના એપી સેન્ટર ગણાતા પૂર્વ ભાગમાં દારૂની (Alcohol) પેટી નહીં પણ આખી ટ્રક ઉતારી દેવાનું કામ આસાન બની ગયું છે. બાજુમાં સુરત જિલ્લો બોર્ડરને અડીને આવેલા દારૂયુક્ત મહારાષ્ટ્ર (Maharashtra) અને મધ્યપ્રદેશ વિસ્તાર આવેલો છે. વાલિયા પોલીસ ઊંઘતી રહી ને હાલમાં ભરૂચ LCBએ વાલિયાના મોદલિયા ગામ નજીક ભદામ કંપનીમાંથી હાઈવા ડમ્પર સાથે કુલ 16.23 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.

  • ભરૂચ પોલીસના ડરે બુટલેગરે ભેખડ પર ચઢાવી દીધેલા હાઇવામાંથી રૂ.6.23 લાખનો દારૂ મળ્યો
  • સામી દિવાળીએ વાલિયા વિસ્તારમાં બુટલેગરોદ્વારા દારૂ વહેવડાવવાનો કીમિયો

ભરૂચ LCB ટીમે અંકલેશ્વર વિસ્તારમાં ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી. એ વેળા બાતમી મળી હતી કે હાઇવા ટ્રક નં.(GJ-16-W-2978)માં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી પઠાર-મોદલિયા ગામ નજીક આવેલી ભદામ કંપનીની સીમમાં કાર્ટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે ભરૂચ LCBએ તપાસ કરતાં હાઈવા રસ્તાની બાજુમાં ભેખડ ઉપર ચડાવેલું મળી આવ્યું હતું. અને આજુબાજુમાં જોતાં શેરડીના ખેતરમાં સંતાડેલી વિદેશી દારૂની 5548 બોટલ મળી આવી હતી. જેની કિંમત 6.23 લાખ અને હાઇવા ટ્રક નં.(GJ-16-W-2978) કિંમત 10 લાખ વિદેશી દારૂ અને હાઈવા ડમ્પર મળી 16.23 લાખનો મુદામાલ ઝડપી પાડી એક આરોપીને વોન્ટેડ જાહેર કરી વાલિયા પોલીસમથકમાં પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી બુટલેગરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

ઓલપાડના એરથાણથી કારમાંથી 2.22 લાખનો દારૂ ઝડપાયો
પલસાણા: સુરત એલસીબીએ ઓલપાડના એરથાણથી જતા ટકારમા રોડ નજીકથી એક બ્રેઝા કારમાંથી 2.22 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો. સુરત જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે, ફરહાન (રહે.,વરિયાળી બજાર, સુરત) તથા સંદીપ (રહે.,દાંડી, તા.ઓલપાડ)એ દમણથી એક લાલ કલરની બ્રેઝા કાર નં.(GJ-06-LK-8431)માં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. જે દારૂનો જથ્થો ગાડીમાં ભરી દમણથી કોસંબા થઇ સુરત તરફ જનાર છે. આ બાતમીના આધારે એરથાણથી ટકારમા જતા રોડની બાજુમાં હળપતિવાસની પાછળ નહેર વોચ ગોઠવી એક કારને રોકવાની કોશિશ કરતાં પોતાની ગાડી રિવર્સ ચલાવી પોતાના કબજાની ગાડી મૂકી અંધારાનો લાભ લઈ શેરડીના ખેતરોમાં નાસી ગયા હતા. અને બ્રેઝા કારમાં તપાસ કરતાં કિં.રૂ.૨,૨૨,૨૦૦નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ બનાવમાં કાર મૂકી નાસી જનાર ચાલાક અને તેના બાજુમાં બેઠેલો ઈસમ તથા ફરહાન અને સંદીપને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Most Popular

To Top