Dakshin Gujarat

સુરતના બ્રોકરને કેફી પીણું પીવડાવી સહમુસાફર 3 લાખના હીરા, રોકડા, ઘરેણાં તફડાવી ગયો

સુરત: ભરૂચના (Bharuch) નેશનલ હાઈવે નં.48 ઉપરથી પસાર થતા પાલેજની સમા હોટલ પાસેથી ખાનગી ટ્રાવેલ્સમાં (Travels) મુસાફરી કરતા સુરતના બ્રોકરને સહ મુસાફર હીરાના બ્રોકરને (Diamond Broker) કેફી પીણું પીવડાવી બેભાન કરી ૩ લાખના હીરા અને રોકડા સહિત સોનાનાં ઘરેણાં મળી કુલ 4.15 લાખની ચોરી (Stealing) કરી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે પાલેજ પોલીસમથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજની સમા હોટલ પાસેથી ખાનગી ટ્રાવેલ્સમાં સહ મુસાફર રાજુભાઈ હીરાના બ્રોકરને જીદ કરી મુસાફરને ફ્રૂટીની બોટલ પીવડાવી, બેભાન કરી 3 લાખના હીરા અને રોકડા સહિત સોનાનાં ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સુરતના અમરોલીના જૂના કોસાડ રોડ ઉપર આવેલા હરસિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા છગન જાગા સોલંકી હીરાના બ્રોકર અને લે-વેચાણનો ધંધો કરે છે.

  • પાલેજની સમા હોટલ પાસેથી ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી વેળા બનેલી ઘટના
  • બેભાન કરી 3 લાખના હીરા અને રોકડા સહિત સોનાનાં ઘરેણાંની ચોરી કરી ફરાર
  • દરમિયાન સાથેના ઇસમે છગન સોલંકીને જીદ કરી ફ્રૂટીની બોટલ પીવડાવી હતી

હીરાના બ્રોકરને કેફી પીણું પીવડાવી બેભાન કરી દીધો
જેઓ ગત તા.23 જાન્યુઆરીએ સુરતથી હીરા લઈને પાલીતાણા સામાજિક પ્રસંગમાં જવા નીકળ્યા હતા. જેઓ કામરેજથી ખાનગી ટ્રાવેલ્સમાં સવાર થયા હતા. જ્યાંથી તેઓ સાથે રાજકોટનો એક શખ્સ રાજુભાઈ તેઓની સાથે બેઠો હતો. જે બાદ ટ્રાવેલ્સ પાલેજની સમા હોટલ પાસે ઊભી રહેતાં તેઓ અને સાથેનો મુસાફર નીચે ઊતર્યો હતો. ત્યાં આઈસક્રીમ સાથે ખાધા બાદ બસમાં બેઠા હતા. તે દરમિયાન સાથેના ઇસમે છગન સોલંકીને જીદ કરી ફ્રૂટીની બોટલ પીવડાવી હતી. બાદ તેઓ બેભાન થઈ જતાં સહ મુસાફરે તેઓ પાસે રહેલા કાચા હીરાના પડીકા અને રોકડા 20 હજાર અને સોનાની ચેઈન કિંમત રૂ.75 હજાર, વીંટી કિંમત રૂ.૨૦ હજાર મળી કુલ 4.15 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીના આ બનાવ અંગે પાલેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દસ્તાવેજ કરી ન આપતા સુરતના ઈસમ સાથે છેતરપીંડી અને વિશ્વાસધાત
સુરત : સુરત રહેતા ઈસમને બે જમી મહુવા તાલુકામાં જમીન બતાવીને ખેડુત સાથે જમીનનો સોદો કરી 41 લાખ રૂપીયા લઈને દસ્તાવેજ ન કરી આપી સોદો રદ કરી પરત રૂપીયા પણ ન આપતા ખેડુત અને બે જમીન દલાલ સામે ફરિયાદ નોંધાવી હતી.મુળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામના વતની અને હાલ સુરત લંબે હનુમાન રોડ પર એફીલ ટાવરમાં ફલેટ નંબર બી 1001 માં અશોક જીવરાજભાઈ કુકડીયા રહે છે.25-10-21ના રોજ નોટરી રૂબરૂ સાટાખાત કરી બાના પેટે રૂ.5000 આપી બાકીના રૂપીયા ત્રણ મહિનામાં પુરા કરવાની શરતે સોદો નકકી કરવામાં આવ્યો હતો.બે મહિનામાં રૂ.41,55,100 ચુકવી દીધા બાકીના રૂપીયા દસ્તાવેજની અવેજમાં ચુકવવાના હતા

Most Popular

To Top