Gujarat

અનોખા લગ્ન: બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના સંદેશ સાથે વરરાજાએ આ રીતે એન્ટ્રી મારી

સુરત: લગ્નમાં (Marriage) વરરાજાની એન્ટ્રી માટે હાલમાં સમયમાં ખાસ બજેટ હોય છે. બધાથી અલગ કરવાના ભાવ સાથે વર વધુ અવનવા અખતરા અને કરતબ કરતા હોય છે. સૌરાષ્ટ્રના (Saurashtra) મોટા મુંજિયાસર ગામમાં યોજાયેલા એક લગ્નમાં પણ વરરાજાએ બે ઘોડા પર સવાર થઈ અલગજ અંદાજમાં એન્ટ્રી મારી હતી. પણ ચારેબાજુ ચર્ચા હતી એ એન્ટ્રી સાથે વરરાજાના હાથમાં રહેલા મેસેજની. હાર્ટ શેઇપના એ પ્લે કાર્ડમાં અંગદાન (Organ Donation) જાગૃતિનો સંદેશ હતો.

  • બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના સંદેશ સાથે વરરાજાએ એન્ટ્રી મારી
  • કન્યા પક્ષે પણ એવા જ ઓર્ગન ડૉનેટ અવેરનેસ પ્લેકાર્ડ બતાવી જાનનું સ્વાગત કર્યું

1 લી ડિસેમ્બરે ભરૂચથી પાર્થ જગદીશભાઈ વાડદોરિયાની જાન મોટા મુંજીયાસર ગામે જવા નીકળી હતી. જાનમાં જાનૈયાઓએ પોતાની પાસે અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ રાખ્યા હતા. જાન જ્યારે ગામ પહોંચી ત્યારે વરરાજા આકર્ષક વરઘોડો નીકળ્યો હતો. જે ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

વરરાજા બે ઘોડા પર એક એક પગ રાખીને નીકળ્યા હતા અને હાથમાં દિલ શેઇપ માં એક પ્લે કાર્ડ હતું જેમાં સાત ફેરાના સાત સંકલ્પ પહેલા એક સંકલ્પ લીધો હતો. ‘ હા, હું ઓર્ગન ડોનર છું. ‘ જાનૈયાઓને હાથમાં પણ આવાજ પ્લે કાર્ડ હતા. તો વેવાઈ પક્ષ કેમ પાછળ રહે એમણે પણ પ્લે કાર્ડ સાથે રાખીને જાનનું સ્વાગત કર્યું હતું. કન્યા પણ સ્વાગતમાં સહર્ષ જોડાઈ હતી. સૌથી અગત્યની વાત એ હતી કે વર કન્યા અને એના પરિવાર સિવાય લગ્નમાં હાજર રહેલા હર કોઈએ અંગદાન માટે સંકલ્પ લીધા હતા.

નોંધનીય છે કે આ વર વધુની લગ્નની કંકોતરીમાં પણ અંગદાન જાગૃતિ મેસેજ લખાયો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવિયાએ જણાવ્યું કે આ યુગલે પહેલા કંકોતરીમાં અને બાદમાં લગ્ન સમયે પણ અંગદાનનો મેસેજ ફેલાવીને લગ્ન જેવી પવિત્ર પરંપરાને વધુ ઉજ્જવળ બનાવી છે.

Most Popular

To Top