Sports

બાંગ્લાદેશમાં ક્યાંય આવો શરમજનક રેકોર્ડ ન બને, કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા બચાવશે પ્રતિષ્ઠા

ઢાકા : બાંગ્લાદેશ (Bangladesh) વિરુદ્ધ બે મેચ હાર્યા હવે આજે ટીમ ઇન્ડિયાની (Team India) ત્રીજી મેચ (Third match) રમશે. બાંગ્લાદેશ પ્રવાસ પર ભારતીય ક્રિકેટ ટીમની હાલત અત્યારે ખુબખરાબ છે. પહેલી બે મેચો રોહિત શર્માની (Rohit Sharma) કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ મેચની વનડે શ્રેણી 2-0થી હારી ગઈ છે. હવે શ્રેણીની છેલ્લી એટલે કે ત્રીજી વનડે શનિવારે 10 ડિસેમ્બર એટલેકે આજે ચિટાગોંગમાં રમાશે. આ મેચ જીતીને ભારતીય ટીમ પોતાની લાજ બચાવવા માંગશે તેમાં કોઈ શંકા નથી.જોકે આજની મેચ કે.એલ.રાહુલની (KL Rahul) કપ્તાનીમાં (Captain) ટિમ કેવું પ્રદર્શન કરશે તે જોવું રહ્યું.

કપ્તાન રોહિત શર્મા હાલ મુંબઈ પરત ફર્યા છે
બાંગ્લાદેશ વિરુદ્ધ સિરીઝની બીજી વનડે દરમ્યાન કેપ્ટન રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયા હતા.છતાં મેચને જીવંત રાખવા માટે તેઓ બેટિંગ ઉપર આવીને ફાઇટ ટુ ફિશનના મૂળમાં હતા પણ આ મેચ પણ અંતિમ ઓવરમાં હાથમાંથી સરકી ગઈ હતી.જોકે હવે તેઓ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રોહિત શર્મા કેચ લેતી વખતે તેમને ડાબા હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી. તે મુંબઈ પરત ફર્યો છે. રોહિતની જગ્યાએ કેએલ રાહુલ હવે ત્રીજી વનડેમાં કેપ્ટનશિપ કરતો જોવા મળશે.

ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ વિરુદ્ધ હારશે તો અનિચ્છનીય રેકોર્ડ બનાવશે
જો ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામેની આ ત્રીજી વનડે જીતી જશે તો તે તેની પ્રતિષ્ઠા બચી જશે. અને જો પ્રથમ બે મેચની જેમ જો ટીમ ઈન્ડિયા ત્રીજી મેચમાં પણ ખરાબ સ્થિતિમાં હશે અને હારશે તો ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે અનિચ્છનીય શરમજનક રેકોર્ડ બનાવશે.

2015માં જેવું રિપીટેશેન કદાચ ન થાય તો શારી વાત કહેવાશે
ખરા અર્થમાં ભારતીય ટીમ અને બાંગ્લાદેશ વચ્ચે આ પાંચમી દ્વિપક્ષીય વનડે શ્રેણી રમાઈ રહી છે. વર્તમાન શ્રેણી સહિત ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 5 દ્વિપક્ષીય વનડે શ્રેણીમાંથી 2 હારી છે. છેલ્લી વખત 2015માં બાંગ્લાદેશે 2-1થી હરાવ્યું હતું. જો આ વખતે ભારતીય ટીમ ત્રીજી મેચ પણ હારી જાય છે તો બાંગ્લાદેશ સામે તેનો પહેલો વ્હાઈટ વોશ હશે. છેલ્લી વખત એટલે કે 2015માં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતની પ્રતિષ્ઠા બચાવવા માટે કરો યા મરોની મેચ
જો ટીમ ઇન્ડિયા ત્રીજી વાર હારશે તો બાંગ્લાદેશ પ્રથમ વખત ODI શ્રેણીમાં ટીમ ઈન્ડિયાને ક્લીન સ્વીપ કરશે. આવી સ્થિતિમાં ત્રીજી વનડેમાં સુકાનીપદ સંભાળનાર કેએલ રાહુલ માટે આ મેચ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે કરો યા મરો જેવી બની રહી છે. આ મેચમાં રોહિત શર્મા સિવાય કુલદીપ સેન અને દીપક ચહર પણ આ છેલ્લી વનડે શ્રેણીનો હિસ્સો નહિ હોય..

Most Popular

To Top