Home Articles posted by Online Desk16 (Page 4)
Gujarat Main Top News
કોરોનાના (COVID-19) કેસ નિયંત્રણમાં આવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કરફ્યૂની (NIGHT CURFEW) સમયમર્યાદા ઘટાડી હતી, પરંતુ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી પદ પર બિરાજેલા ભૂપેન્દ્ર પટેલ “દાદા” (GUJARAT CM)એ પહેલાં જ દિવસથી આકરાં નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના 8 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂની સમયઅવધિમાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય Continue Reading
Entertainment Top News
શેરબજારના એક સમયના બિગબુલ હર્ષદ મહેતાના જીવન પર આધારિત હિન્દી વેબસિરીઝ ‘સ્કેમ 1992’ (SCAME 1992)માં સફળતાપૂર્વક લીડ રોડ ભજવ્યા બાદ રાતોરાત હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા અને લોકપ્રિય થઈ ગયેલા મૂળ સુરતના અભિનેતા પ્રતિક ગાંધીની (PRATIK GANDHI) આગામી ફિલ્મ રાવણ લીલાનું (RAVAN LEELA) નામ એકાએક બદલી દેવામાં આવ્યું છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા બાદ મેકર્સને તેનું Continue Reading
SURAT
સુરતના કાપડ, હીરા ઉદ્યોગને ખૂબ મોટો ફટકો પડ્યો છે. જીએસટીના (GST) ઈન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સમાવિષ્ટ આ ત્રણેય ઉદ્યોગોને તેઓ દ્વારા અપાયેલી સર્વિસનું રિફંડ નહીં આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટ (SUPREME COURT) દ્વારા કરવામાં આવ્યો છે. સુપ્રીમના આ નિર્ણયના લીધે સુરત સહિત દેશભરના કાપડ, હીરા અને બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદક, વેપારીઓને કરોડો રૂપિયાની ક્રેડીટ ગુમાવવાની Continue Reading
National Top News
ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે. તેમજ PM મોદીએ ડિફેન્સ કોરિડોરનું પણ શિલાન્યાસ કર્યું હતું. મોદીએ ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું મોડેલ નિહાળ્યું હતું. અલીગઢમાં બનનારી આ યુનિવર્સિટી 92 એકરમાં ફેલાયેલી હશે, જ્યારે 395 કોલેજો તેના હેઠળ આવશે. Continue Reading
Sports Top News
વન-ડે અને ટી-20 ક્રિકેટ ફોર્મેટના કેપ્ટન પદેથી વિરાટ કોહલીને દૂર કરી રોહિત શર્માને જવાબદારી સોંપવાની ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. બીસીસીઆઈ (BCCI) એ તમામ ચર્ચાઓને પાયાવિહોણી ગણાવી છે. બીસીસીઆઈ (BCCI)ના ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ તમામ સમાચારોને નકારી કાઢતાં કહ્યું કે, અફવાઓ પર ધ્યાન આપો નહીં. તેમાં કોઈ તથ્ય નથી. ભારતીય ટીમ હાલમાં ટી-20 (T-20) વર્લ્ડ […]Continue Reading
uncategorized
સુરતના લિંબાયત વિસ્તારમાં હચમચાવી દેનારી ઘટના બની છે. અહીંના પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટના ચોથા માળેથી 2 વર્ષનો માસૂમ બાળક ગયા શનિવારે નીચે પટકાયો હતો. હોસ્પિટલમાં 55 કલાકની સારવાર બાદ આખરે આજે તેને દમ તોડ્યો હતો. લિંબાયતના પ્રતાપનગરના એક એપાર્ટમેન્ટમાં રહેતા વસીમ અન્સારી ટાઈલ્સ ફોલ્ડીંગનું કામ કરે છે. તેમનો એકનો એક 2 વર્ષીય પુત્ર વારિસ શનિવારે સાંજે […]Continue Reading
National Top News
કોંગ્રેસના પીઢ નેતા ઓસ્કાર ફર્નાન્ડિઝનું 80 વર્ષની ઉંમરે મેંગ્લોરની હોસ્પિટલમાં નિધન થયું છે. ફર્નાન્ડિઝ લાંબા સમયથી બિમાર હતા. યોગા કરતી વખતે તેમને ઈજાઓ થઈ હતી. ત્યાર બાદથી તેમની તબિયત કઠળી હતી. થોડા અઠવાડિયા પહેલાં જ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં આજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગાંધી પરિવારના નજીકના ગણાતા ઓસ્કાર ફર્નાન્ડિઝે યુપીએ […]Continue Reading
National Top News
દિલ્હી: ઉત્તર દિલ્હી (NORTH DELHI) ના સબ્જી મંડી (VEGETABLE MARKET) વિસ્તારમાં 4 માળની એક ઈમારત ધરાશાયી થઈ છે. આજે સોમવારે બપોરે 12 વાગ્યે આ દુર્ઘટના બની છે. મકાનના કાટમાળમાં અનેક લોકો દબાયા હોવાની આશંકા છે. આ દુર્ઘટનામાં ઈમારત પાસેથી પસાર થતાં બે બાળકો પણ દબાઈ ગયા હતા. કાટમાળમાંથી બંને બાળકોને બહાર કાઢી હોસ્પિટલમાં મોકલી આપવામાં […]Continue Reading
National Sports
છેલ્લાં બે વર્ષમાં ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એકેય સદી નહીં ફટકારી શકનાર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (VIRAT KOHLI) એ કેપ્ટનશીપનો ભાર હળવો કરવાનો નિર્ણય લીધો હોવાની ચર્ચા રમતજગતમાં ઉઠી છે. આગામી મહિને યોજાનારા ટી20 (T-20) વર્લ્ડ કપ (WORLD CUP) બાદ કેપ્ટન વિરાટ કોહલી બેટિંગ પર ફોકસ કરવા માટે ટી20 અને વનડે ટીમની કેપ્ટનશીપ છોડે […]Continue Reading
Gujarat National Top News
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લીધા. ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પાંચમા પાટીદાર મુખ્યમંત્રી છે. રાજ્યપાલ આચાર્ય દેવવર્તે લેવડાવ્યા શપથ. આ પ્રસંગે રાજ્યના ધારાસભ્યો અને સાંસદોએ હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ (Amit Shah)શપથવિધિમાં વિશેષ હાજરી આપી હતી. ભાજપ શાસિત Continue Reading