Home Articles posted by Online Desk16 (Page 3)
ભારે રાજકીય ઉથલપાથલ અને ખેંચતાણના અંતે આજે બપોરે રાજ્યના કેબિનેટની (GUJARAT CABINET)જાહેરાત થવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં નો રિપીટેશનની ફોર્મ્યુલાના આધારે નવા ચહેરાઓને તક મળવાની વાતો ચાલી રહી છે. રાજ્યના વિવિધ પંથકના કેટલાંક ધારાસભ્યોને શપથ લેવા માટેના ફોન આવી ગયા છે ત્યારે હાલ રાજ્યભરમાં એક ચર્ચાએ જોર પક્ડ્યું છે કે કોણ મંત્રી બનશે […]
જીવનના 6 દાયકા વીતાવ્યા બાદ પણ હરહંમેશ જવાન અને ઉર્જાથી ભરપૂર દેખાતા અભિનેતા અનિલ કપૂર (ANIL KAPOOR)માટે અનેક અફવાઓ ઉડતી રહે છે. એવી જ એક અફવા છે કે અનિલ કપૂર હંમેશા જવાન અને ઉર્જાવાન દેખાવા માટે પોતાની સાથે પ્લાસ્ટિક સર્જનને રાખે છે અને સાંપનું લોહી પી છે. અનિલ કપૂરે અભિનેતા અરબાઝ ખાનના (ARBAAZ KHAN) એક […]
કોરોના મહામારીમાં વતનથી દૂર મુંબઈમાં અટવાઈ પડેલાં લાખો-હજારો શ્રમિકો-મજદૂરોને તેમના ઘર સુધી પહોંચાડવા માટે મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ ઈન્કમટેક્સના સપાટામાં સપડાયો છે. આજે મુંબઈ ઈન્કમટેક્સ દ્વારા સોનુ સૂદના મુંબઈ ખાતે આવેલી કંપનીની ઓફિસમાં સરવે ઓપેરશન શરૂ કરવામાં આવ્યું છે. IT ના અધિકારીઓનો કાફલો સોનુ સૂદની કંપનીના 6 ઠેકાણા પર તપાસ કરી રહી હોવાની વિગતો […]
રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાનો મુદ્દો હાલ રાજ્યભરમાં ચર્ચાનો હોટ ટોપિક બન્યો છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીની ગાદી પર બેસ્યા બાદ પહેલાં અઠવાડિયે જ રાજકારણની ગાડીને પાંચમા ગિયરમાં દોડાવવાનું શરૂ કરી દીધું છે. નો રિપીટેશનની ફોર્મ્યુલા અમલમાં મુકવાના ઈરાદા સાથે ભૂપેન્દ્ર પટેલે મોટા માથાંઓના પત્તા સાફ કરવાની અને નવા યુવાન ધારાસભ્યોને મંત્રીમંડળમાં સમાવવાની
ગુજરાતના રાજકારણમાં એકાએક ગરમાટો આવી ગયો છે. અમદાવાદના ઘાટલોડિયાના પહેલી ટર્મના ધારાસભ્ય કડવા પટેલ સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભૂપેન્દ્ર પટેલને રાજ્યના મુખ્યમંત્રી (GUJARAT CM) બનાવી ભાજપે આશ્ચર્ય સર્જયું છે. હવે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાને લઈ સતત થઈ રહેલાં ઉતાર-ચઢાવના પગલે ઉત્તેજના વધી રહી છે. આજે બુધવારે સાંજે 4.20 કલાકે રાજભવનમાં મંત્રીઓના શપથવિધિના કાર્યક્રમની
આખો દિવસ રાજકીય ગરમાટાના અંતે નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની શપથવિધિને આવતીકાલ પર ટાળવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. નો રિપીટેશનની (NO REPETITION) ફોર્મ્યુલા હેઠળ જૂના મંત્રીઓને વિદાય આપવાની સવારથી ચાલી રહેલી ચર્ચા બાદ બપોરે 4.20 કલાકે શપથવિધિ યોજાશે તેવું લગભગ નક્કી જ હતું, પરંતુ બાદમાં જાણે શું થયું, છેલ્લી ઘડીએ […]
રાજ્યમાં ગયા રવિવારથી મેઘમહેર થઈ છે. સૌરાષ્ટ્રમાં અતિવર્ષાના લીધે પૂરની સ્થિતિ ઉદ્દભવી છે. રાજ્યમાં વરસાદને પગલે એક જ દિવસમાં નવા ૧૭ ડેમો (DAM) ૧૦૦ ટકા ભરાઈ (OVERFLOW) ગયા છે, આ સાથે જ ગુજરાતના ૨૦૭ પૈકી ૪૦ ડેમો મંગળવારની સ્થિતિએ સંપૂર્ણ છલકાઈ ગયા છે, જેમાં સૌથી વધુ ૩૭ ડેમ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ૨ તેમજ ઉત્તર […]
રાજ્યના નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળની જાહેરાત પહેલાં ગાંધીનગરમાં મોટા ફેરફાર જોવા મળ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્ય સચિવની સાથે બંધબારણે બેઠક કર્યા બાદ મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી પંકજ જોશીને સોંપવામાં આવી છે. એમ.કે. દાસની જવાબદારી પંકજ જોશીને સોંપવામાં આવી છે. જ્યારે IAS અવંતિકા સિંઘને CMO સચિવ બનાવાયા છે.
મહારાષ્ટ્રના અમરાવતી (MAHARASHTRA AMRAVATI) જિલ્લામાંથી ખૂબ જ ર્દદનાક ઘટનાના સમાચાર આવ્યા છે. અહીંની વર્ધા નદીમાં એક બોટ (BOAT) પલટી મારી ગઈ છે. જેના પગલે એક જ પરિવારના 11 લોકો નદીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળી છે. આ ગમખ્વાર ઘટનામાં 3 લોકો ડૂબીને મૃત્યુ પામ્યા (3 DEATH) છે. ત્રણેયના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. જ્યારે […]
સૌરાષ્ટ્રમાં મેઘતાંડવના લીધે પૂરના પાણી ઠેરઠેર ફરી વળ્યા છે. ગણતરીના કલાકોમાં પડેલાં ધોધમાર વરસાદના (HEAVY RAIN) લીધે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે રાજ્યના નવા મુખ્યમંત્રી (GUJARAT CM) ભૂપેન્દ્ર પટેલે આજે ભારે વરસાદથી સૌથી વધુ નુકસાન થયું છે તેવા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લીધી હતી. અહીં કીચડમાં ચાલી મુખ્યમંત્રી ગ્રામજનો સુધી પહોંચ્યા હતા અને […]