Dakshin Gujarat

બીજાની પત્ની સાથે આવું કરવાના મામલે સોનગઢમાં બબાલ

વ્યારા: સોનગઢના કુઇલીવેલ ગામે બીજાની પત્નીની (Wife) ખોટી રીતે ચઢામણી કરનાર ઇસમને તેમ કરવાની ના પાડતાં તેની દાઝ રાખી મજૂરી કામેથી પોતાના ગામે પરત થયા બાદ પત્ની, પુત્ર સાથે મળી કુલ ચારેક જણાએ આ શખ્સ પર હુમલો (Attack) કર્યો હતો. ઘાયલ અવિનાશ વસાવાની ફરિયાદને આધારે પોલીસે (Police) આ તમામ હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

સોનગઢના કુઇલીવેલ ગામે પટેલ ફળિયામાં રહેતા અવિનાશ રામા વસાવા તથા તેની પત્ની અને અરવિંદ સાકુ વસાવા તથા તેની પત્ની બહાર ગામ મજૂરીકામે ગયા હતા. ત્યારે અવિનાશે અરવિંદને તેની પત્નીની ખોટી ચઢામણી કરી ઉશ્કેરણી નહીં કરવા સમજાવ્યો હતો. અરવિંદે તે મનમાં રાખી ગામમાં જઇ જોઇ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ તા.૨૩/૦૨/૨૦૨૩ના રોજ અવિનાશ તેના મિત્ર મનોજ પરમેશ વસાવા સાથે મોટરસાઇકલ ઉપર આમલપાડા ગામે જવા નીકળ્યા હતા. એ વખતે સાંજે ૭:૩૦ વાગ્યાના અરસામાં તેઓ અમરસિંગ બારકિયા વસાવાની દુકાને ઠંડું પીણું પીવા ઊભા રહ્યા હતા. મનોજ વસાવા દુકાનમાં ઠંડું પીણું લેવા માટે ગયો હતો.

અવિનાશ મોટરસાઇકલ ઉપર જ હતો. એ સમયે અરવિંદ વસાવાએ પાછળથી આવી અવિનાશને પીઠના ભાગે ડંડાનો ફટકો મારી દીધો હતો. ત્યાર બાદ એલીષા અરવિંદ વસાવા, આયુષ અરવિંદ વસાવા, સાકુ ડુંગરિયા વસાવા અવિનાશના ઘરે આવી તેઓ સાથે બોલાચાલી કરવા લાગ્યાં હતાં અને ડંડાના સપાટા મારી અવિનાશના શરીરે ઇજા પહોંચાડી હતી. આયુષ વસાવાએ માથામાં છરા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘવાયેલા અવિનાશ વસાવાની સારવાર કરાવતાં બરોડ ફાટી ગયેલ હોવાનું ફરજ પરના ડોક્ટરે જણાવ્યું હતું. આ બનાવમાં અરવિંદ, એલીષા, આયુષ, સાકુ સામે ગુનો નોંધાયો હતો.

કરણ ગામે અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત
પલસાણા: પલસાણાના કરણ ગામે રહેતા અને મૂળ મહારાષ્ટ્રની પરિણીતા ગત સાંજે ક૨ણ ગામે નેશનલ હાઇવે રોડ ક્રોસ કરી રહી હતી. ત્યારે એક અજાણ્યા વાહનચાલકે તેમને અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું.
પલસાણાના કરણ ગામે જૈન દેરાસર સામે રહેતા સુનીલ બીજુ પ્રધાન મૂળ મહારાષ્ટ્રના વતની છે. જેઓ ગત મંગળવારે નોકરી પર હાજર હતા. એ સમયે તેમની પત્ની મંગલાબાઇ કામ અર્થે કરણ ગામે ને.હા.નં.૪૮ ૫૨ ખેતેશ્વર હોટલની સામેથી મુબઇથી અમદાવાદ તરફ જતા રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે એક અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે હંકારી લાવી મંગલાબાઇને અડફેટે લેતાં તેમના શરીરે ગંભીર ઇજા થતાં મોત નીપજ્યું હતું. આ અંગે તેમના પતિ સુનીલભાઇએ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ પલસાણા પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top