Business

સુરતના આ એપાર્ટમેન્ટમાં એકાએક લોકોની અવરજવર વધી ગઈ, પોલીસ આવી ત્યારે ખબર પડી કે અહીં તો..

સુરત: પાલનપુર જકાતનાકા નજીક આવેલી વિદ્યાકુંજ સ્કૂલ નજીક પ્રયાગરાજ એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખીને ચલાવવામાં આવતા કુટણખાના ઉપર પોલીસે રેઈડ કરી હતી. દમણના હોટલમાલિકના ઇશારે ચાલતા કુટણખાનામાંથી બે સંચાલક, બે લલના અને ગ્રાહક સહિત પાંચની ધરપકડ કરી 76 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. પોલીસે હોટલ માલિકને વોન્ટેડ જાહેર કર્યો હતો.

  • દમણની હોટલ માલિકના ઇશારે ધમધમતું પાલનપુર જકાતનાકા નજીક સ્કૂલ પાસે ફ્લેટ ભાડે રાખી ચાલતું કુટણખાનું પકડાયું
  • -પોલીસે બે સંચાલક, બે લલના અને એક ગ્રાહકની ધરપકડ કરી રૂ.76 હજારનો મુદ્દામાલ કબજે લીધો

સુરત પોલીસની મહિલા સેલને પાલનપુર જકાતનાકા નજીક વિદ્યાકુંજ સ્કૂલ નજીક પ્રયાગરાજ એપાર્ટમેન્ટમાં આવેલા ફ્લેટ નં.101માં સ્પાના નામે દેહવેપાર ચાલતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પ્રયાગરાજ એપાર્ટમેન્ટમાં દરોડા પાડ્યા હતા. એપાર્ટમેન્ટમાં ફ્લેટ ભાડે રાખી કુટણખાનું ચલાવતા રાહુલ રાજકુમાર શાહુ (ઉં.વ.36) તથા રીતીક સુનીલ જૈન (ઉં.વ.19) (બંને રહે.,એસએમસી ક્વાટર્સ, એલ.પી.સવાણી રોડ, અડાજણ), બે લલના અને એક ગ્રાહકની ધરપકડ કરી હતી.

રાહુલ શાહુ ભાડાના ફ્લેટમાં કુટણખાનું ચલાવતો હતો. તેની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે, તે દમણ ફરવા ગયો હતો ત્યારે તેની મુલાકાત દમણ ખાતે હોટલ ચલાવતા રાજેશ ઉર્ફે રોકી સાથે થઇ હતી. આ રાજેશે મોબાઇલ ફોન અને લલના મોકલી દેહવિક્રયનો ધંધો શરૂ કરાવ્યો હતો. ઉપરાંત લલનાના ફોટા મોકલાવી રીતીક જૈન ગ્રાહકોને મોપેડ નં.(જીજે-5 એફવી-1539) ઉપર લઇ આવતો હતો. ગ્રાહકો પાસેથી શરીરસુખ માણવા 1000 વસૂલી લલનાને 500 રૂપિયા આપતા હતા. પોલીસે ફ્લેટમાંથી રોકડ, 7 મોબાઇલ ફોન, મોપેડ મળી કુલ 76 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.

દિલ્લીગેટ સ્ટેટસ ગેસ્ટ હાઉસમાં કુટણખાનુ ઝડપાયું
સુરત: એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ સેલને દિલ્લીગેટથી ભાગળ તરફના રસ્તે ટોરેન્ટ પાવરની બાજુમાં રૂપાલી રેસ્ટોરન્ટના પહેલા માળે સ્ટેટસ ગેસ્ટ હાઉસના માલિક દ્વારા એક રૂમમાં કુટણખાનુ ચલાવવામાં આવતું હોવાથી પોલીસે રેઈડ કરી હતી. કાઉન્ટર ઉપર નુર જમાલ હકિમ શેખ (ઉ.વ.28, રહે.હરિનગર, ઉધના તથા મુળ કલકત્તા) બેઠો હતો તે અને બાપ્ટી બંગાળી તથા હોટલ માલિક સંકેત રોહિત કોસીયા ત્રણેય મળીને આ દેહવેપારનો ધંધો ચલાવતા હતા. પોલીસે ત્રણેયની સાથે સાથે ગ્રાહક આકાશકુમાર સુરજભાઈ પંડિત (ઉ.વ.19, રહે.આગર ફળીયુ, મરોલી ચાર રસ્તા, વાપી) તેની સાથેની મહિલા, નાનજીભાઈ ઉર્ફે નાનુ (કમિશન એજન્ટ)ગ્રાહક પ્રદિપ અટકકુમાર ગીરી (ઉ.વ.23, રહે.આશાપુરી પાંડેસરા)ની અટકાયત કરી ચાર લલનાઓને મુક્ત કરાવી હતી.

Most Popular

To Top