Sports

એશિયા કપની વચ્ચે જસપ્રિત બુમરાહ ટીમ છોડીને શ્રીલંકાથી મુંબઈ પરત ફર્યો

કેન્ડીઃ (Kandy) જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બુમરાહ ટીમ છોડીને શ્રીલંકાથી (Sri lanka) મુંબઈ પરત ફર્યો છે. હવે તે સોમવારે એશિયા કપમાં (Asia Cup) નેપાળ સામેની મેચ રમી શકશે નહીં. બુમરાહના આ અચાનક નિર્ણય પાછળ અંગત કારણ જણાવવામાં આવી રહ્યું છે. જોકે તે સુપર-4 રાઉન્ડ પહેલા ટીમ સાથે ફરી જોડાશે. ઈજાના કારણે લગભગ એક વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફરેલા બુમરાહને પાકિસ્તાન સામે એક પણ બોલ ફેંકવાની તક મળી ન હતી કારણ કે ભારતની બેટિંગ બાદ વરસાદના કારણે પાકિસ્તાનની ઈનિંગ્સ શરૂ થઈ શકી ન હતી અને મેચ રદ થઈ હતી.

  • ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ એશિયા કપ અધવચ્ચે છોડીને ભારત પરત ફર્યો
  • એવા સમાચાર છે કે તે નેપાળ સામે પણ બહાર રહેવાનો છે

એશિયા કપ 2023માં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાન સામેની પ્રથમ મેચ વરસાદના કારણે ડ્રોમાં પરિણમી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 266 રન બનાવ્યા હતા. જે બાદ પાકિસ્તાનની બેટિંગ વરસાદના કારણે આવી ન હતી. હવે ટીમ ઈન્ડિયા સોમવારે પોતાની બીજી મેચમાં નેપાળ સામે ટકરાશે. જો કે આ મેચ પહેલા ભારતીય ટીમનો એક ખેલાડી ટીમ છોડી પરત ભારત આવી ગયો છે.

બુમરાહ ટીમનો ભાગ નહીં હોય
ભારતીય ટીમ તેના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ વિના નેપાળનો સામનો કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં એ વાત સામે આવી છે કે બુમરાહ શ્રીલંકા છોડીને મુંબઈ પરત ફર્યો છે અને હવે આ ખેલાડી નેપાળ સામેની આગામી મેચમાં નહીં રમે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બુમરાહે અંગત કારણોસર આ નિર્ણય લીધો છે. જો કે આ સમાચારની સંપૂર્ણ પુષ્ટિ થઈ શકતી નથી કારણ કે BCCIએ બુમરાહને લઈને કોઈ અપડેટ આપી નથી.

સંપૂર્ણપણે ફિટ
જોકે અપડેટ એ છે કે બુમરાહ આ વખતે ઈજાગ્રસ્ત નથી અને તે સુપર 4ની તમામ મેચમાં રમશે. પરંતુ તે પહેલા ટીમ ઈન્ડિયાને નેપાળ સામે જીતની જરૂર છે. બુમરાહની જગ્યાએ મોહમ્મદ શમી નેપાળ સામે બોલિંગ લાઇન આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. કરો યા મરો મેચ પહેલા બુમરાહનું બહાર થવું ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો છે.

તાજેતરમાં સ્વસ્થ થયા બાદ પરત ફર્યા હતા
તમને જણાવી દઈએ કે બુમરાહે હાલમાં જ આયર્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. આ પહેલા આ ખેલાડી પીઠની ઈજાને કારણે છેલ્લા એક વર્ષથી રમતથી દૂર હતો. બુમરાહે ઘણી મહત્વની ટૂર્નામેન્ટો ગુમાવવા ઉપરાંત તેની ઈજાને કારણે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પણ ગુમાવી દીધી હતી. જોકે આ વખતે બુમરાહની ઈજાને લઈને કોઈ અપડેટ નથી.

Most Popular

To Top