Madhya Gujarat

છ મહિનાથી મોટર બંધ હાલતમાં હોવાથી ગામમાં ‘નલ સે જળ યોજના’ના પાણી પહોંચતા નથી

સિંગવડ, તા.૭
સિંગવડ તાલુકાના રાઠોડના ડુંગરપુર ગામે નલ શે જળ યોજના છ મહિનાથી બંધ હાલતમાં હોય તેના લીધે ગામના કોઈપણ ફળિયામાં નલ શે જળ યોજના ના પાણી પહોંચતા નથી નલ શે જળ યોજના મા જે મોટર નાખવામાં આવી છે તેની ચાલુ બંધ કરવાની સ્વીચો નાખવામાં આવી છે તે બંધ હાલતમાં હોય તેના માટે ગ્રામજનો દ્વારા તલાટી કમ મંત્રી તથા સરપંચ અને વાસમોના અધિકારીઓને વારંવાર મૌખિક જાણ કરવા છતાં હજુ સુધી એ રીપેર કરવામાં આવી નથી જ્યારે વાસમોના અધિકારી દ્વારા નળ સે જલ યોજના ના પાણી જે કુવા પર થી ભરાય છે ત્યાં આવી દેખીને જતા રહેતા હોય છે પરંતુ તેને રીપેર કરવામાં આવતું નથી જ્યારે આ નળ શે જળ યોજના ચાલુ કરવા માટે સૂર્ય ઊર્જાના ઉપકરણ ફીટ કરવામાં આવ્યું છે જેના લીધે નળ શે જળની મોટર વ્યવસ્થિત ચાલતી નથી અને તેના કારણે મોટર ઉપડ વામા તકલીફ પડતી હોય છે જ્યારે આ મોટર ચાલુ બંધ કરવા માટે ઇલેક્ટ્રીક લાઈટ ની સાથે જોઈન્ટ કરવામાં આવ્યું હોત તો તે ફટાફટ ચાલુ બંધ શકે તેમ છે જ્યારે જે કુવા પર મોટર નાખવામાં આવી છે તેના ઉપર પાઇપ લાઇન જોઈન્ટ કરવામાં આવી હતી તે પાઈપ પણ કોઈ લોકો દ્વારા કાપીને લઈ જવામાં આવી છે જ્યારે જે પણ પાઇપો ચોરાઈ ગયો છે તેને જોઈન્ટ કરવામાં આજ દિન સુધી આવી નથી જ્યારે નવી પાઇપ નાખીને જોઈન્ટ કરીને નવેસરથી પાણી આપવામાં આવે તો આ રાઠોડના ડુંગરપુર ના લોકોને નળ શે જળ યોજનાના પાણીનો લાભ મળી શકે તેમ છે સુ રાઠોડના ડુંગરપુરના લોકોને આ નળ સે જલ યોજના લાભ મળશે ખરી કે પછી સરકારી તંત્રના અધિકારી આવીને દેખીને જતા રહેશે તે ચર્ચાનો વિષય બનાવવા આપવાનું હતું.

Most Popular

To Top