Business

આ તારીખે એપલની મોટી ઈવેન્ટ, લોન્ચ કરી શકે છે નવી પ્રોડ્ક્ટસ

નવી દિલ્હી: આઈફોન ઉત્પાદક કંપની એપલે (Apple) તેની નવી ઇવેન્ટની જાહેરાત કરી છે. કંપની આગામી તા. 7મી મેના રોજ લેટ લૂઝ ઈવેન્ટ લાવી રહી છે. આ ઇવેન્ટમાં એપલે ઘણા નવા ઉત્પાદનો લોન્ચ કરે એવી અપેક્ષા છે. બ્રાન્ડ આ ઇવેન્ટમાં આઈપેડ પ્રો (iPad Pro) અને આઈપેડ એર (iPad Air)ના નવા મોડલ લોન્ચ કરી શકે છે. આ સાથે કંપની એપલ પેન્સિલનું નવું વેરિઅન્ટ પણ લોન્ચ કરી શકે છે.

એપલ કંપનીએ (Apple) તેની આગામી ઇવેન્ટની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી લોકો એપલની ઈવેન્ટને લઈને અટકળો લગાવી રહ્યા હતા. હવે કંપનીએ તેની ઇવેન્ટની તારીખ અને સમય જાહેર કર્યો છે. એપલની ‘લેટ લૂઝ’ ઇવેન્ટ 7 મેના રોજ યોજાશે. આ ઈવેન્ટ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે થશે. એપલની આ ઇવેન્ટ વર્ચ્યુઅલ હશે. જો કે કંપનીએ તેના વિશે વધુ માહિતી આપી નથી, પરંતુ ટીઝરથી સ્પષ્ટ છે કે બ્રાન્ડ તેમાં iPad અને Apple Pencil લોન્ચ કરી શકે છે.

Apple Let Loose ઇવેન્ટમાં શું હશે ખાસ?
બ્રાન્ડે ઘણા સમયથી iPad અને iPad Pro ના નવા મોડલ લોન્ચ કર્યા નથી . આશા છે કે આ ઇવેન્ટમાં તેના નવા મોડલ્સ જોવા મળશે. અગાઉના લીક થયેલા અહેવાલમાં સૂચવવામાં આવ્યું હતું કે નવા આઈપેડ મોડલ્સ મે મહિનામાં લોન્ચ થઈ શકે છે. હવે કંપની મે મહિનામાં તેની લોન્ચ ઈવેન્ટનું આયોજન કરી રહી છે.

Apple આ ઇવેન્ટમાં iPad Pro 2024 લોન્ચ કરી શકે છે. વર્ષ 2022માં લોન્ચ થયેલા આઈપેડ પ્રો મોડલ્સની જેમ આ વખતે પણ કંપની આઈપેડ પ્રોને બે સ્ક્રીન સાઈઝ – 11 ઈંચ અને 12.9 ઈંચમાં લોન્ચ કરી શકે છે. એવી અટકળો છે કે આ વખતે કંપની પ્રો મોડલ્સમાં OLED ડિસ્પ્લે આપી શકે છે.

નવા આઈપેડ એર પણ લોન્ચ થઈ શકે છે આ સાથે Apple iPad એર લાઇન-અપને પણ અપડેટ કરી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, iPad Air 2024 મોડલ 10.9-ઇંચ અને 12.9-ઇંચની સ્ક્રીન સાઇઝમાં આવી શકે છે. iPad Air 12.9-ઇંચ વેરિઅન્ટ દ્વારા, કંપની તે વપરાશકર્તાઓને લક્ષ્ય બનાવશે જેઓ મોટી સ્ક્રીન ઇચ્છે છે.

એપલના ટીઝરમાં પેન્સિલ પણ દેખાઈ રહી છે. આને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ બ્રાન્ડ આખરે એપલ પેન્સિલની 3જી જનરેશન લોન્ચ કરી શકે છે. જો લીક થયેલા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એપલ પેન્સિલમાં ફાઇન્ડ માય ફીચર પણ આપવામાં આવી શકે છે. આ સાથે કંપની નવા મેજિક કીબોર્ડ પણ લોન્ચ કરી શકે છે.

Most Popular

To Top