Dakshin Gujarat

સામી દિવાળીએ તસ્કરો બેફામ: અંકલેશ્વરના ગૌતમ પાર્કમાં બંધ મકાનમાંથી 1.59 લાખની ચોરી

અંકલેશ્વર: અંકલેશ્વરની (Ankleshwar) ગૌતમ પાર્ક સોસાયટીમાં તસ્કરો (Thief) એક બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ જતાં શહેર પોલીસે (Police) તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વરની ગૌતમ પાર્ક સોસાયટીમાં રહેતા નીતિન જયકાંત જાદવ પોતાનું મકાન બંધ કરી પરિવાર સાથે ભરૂચ ખાતે ગયા હતા. દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 15 હજાર તેમજ 1 લાખ 44 હજારના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.59 લાખની માલમત્તાની ચોરી કરી હતી.

  • બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી
  • તસ્કરોએ દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો
  • 1 લાખ 44 હજારના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.59 લાખની માલમત્તાની ચોરી

કુલ રૂ.1.59 લાખની માલમત્તાની ચોરી

આ ચોરી અંગે નીતિન જાદવે શહેર પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા ડોગ સ્ક્વોડની મદદ લીધી હતી. તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી રોકડા રૂપિયા 15 હજાર તેમજ 1 લાખ 44 હજારના સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1.59 લાખની માલમત્તાની ચોરી કરી હતી.

અંકલેશ્વરમાં રૂ.5 લાખના લોખંડના ભંગાર સાથે એક ઈસમની અટકાયત

ભરૂચ: અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાંથી રૂપિયા 5 લાખ ઉપરાંતના લોખંડના ભંગાર સાથે એક ઈસમને જીઆઇડીસી પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગત રાત્રિ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન ચોકડી પાસેથી લોખંડ ભરેલ ટેમ્પો આઇસર ટેમ્પોને રોકી તેની તલાશી લેતાં તેમાં લોખંડના તાર અને સળિયા ભરેલા હતા.

રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
જે અંગેના દસ્તાવેજી પુરાવા માંગતાં કોઈપણ આધાર-પુરાવા ન મળી આવતાં એસઓજીએ રૂ.1 લાખથી વધુના લોખંડના તાર અને સળિયા તેમજ ટેમ્પો કિંમત રૂ.4 લાખ મળી રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા 41 (ડી) મુજબનો ગુનો દાખલ કરી ટેમ્પો ડ્રાઇવર મુન્ના વેજનાથ યાદવની અટકાયત કરી જીઆઇડીસી પોલીસ મથકે સોંપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top