Dakshin Gujarat

મહુવા: વરઘોડા દરમિયાન મસ્જિદ પર લેસર લાઈટથી જય શ્રીરામ લખતા મુસ્લિમ સમાજમાં રોષ

અનાવલ: (Anaval) મહુવાના મસ્જિદ (Masjid) વિસ્તાર ખાતે રાત્રીના સમયે ડીજે સંચાલકોએ મસ્જિદ પર લેસર લાઈટ (Laser Light) દ્વારા જય શ્રીરામ લખવાના ઘટનામાં ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી કરવા મહુવા પોલીસ મથકે અરજી આપવામાં આવી છે.

  • વરઘોડા દરમિયાન મસ્જિદ પર લેસરલાઈટથી જય શ્રીરામ લખતા મુસ્લિમ સમાજમાં રોષ
  • શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી કરવા મહુવા પોલીસ મથકે અરજી

મહુવા ગામના કાસમ ઇસ્માઇલ શેખે પોલીસને આપેલી અરજીમાં જણાવ્યા મુજબ મસ્જિદ વિસ્તારમાં રાત્રીના સમયે લગ્નનો વરઘોડો નીકળ્યો હતો. તે દરમિયાન મસ્જિદ ઉપર લાઈટ મારીને જય શ્રીરામ લખવામાં આવ્યું હતું. આ લેસર લાઈટ ઇરાદા પૂર્વક મારવામાં આવી હતી. જેનાથી મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે. જેથી ગામનું વાતાવરણ બગડે નહિ તે માટે તાત્કાલિક ધોરણે આવા અસમાજિક તત્વો વિરૂદ્ધ કાયદેસરના પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
મસ્જિદ પર લેસર લાઈટથી જય શ્રી રામ લખાવાની ઘટનામાં સુરત લિંબાયત વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. પત્રમાં જિલ્લા પોલીસ વડા, કલેક્ટર તેમજ ઇન્ચાર્જ આઈજીને તાત્કાલિક દાખલારૂપ કાર્યવાહી કરવા માટે વિનંતિ કરવામાં આવી છે.

Most Popular

To Top