SURAT

મિત્રોની નવી રેસ્ટોરન્ટ જોવા તેલંગણાથી પહેલીવાર સુરત આવેલા એન્જિનિયરનું અચાનક મોત થયું

સુરત (Surat) : શહેરના મગદલ્લા (Magdalla) ખાતે આવેલા સેન્ટ્રલની મોલ (CentralMall) સામે રોડ ડિવાઈડર (Road Divider) સાથે બાઇક ભટકાતા (Bike Accident) ત્રણ મિત્રો પૈકી સોફ્ટવેર એન્જીનિયરનું (Software Engineer) મોત (Death) નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં સાથી બે મિત્રોને ગંભીર ઇજા થતાં બન્ને ને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મૃતક પુનમચંદ્ર તેલંગણાનો રહેવાસી હોવાનું અને સુરતમાં મિત્રોએ શરૂ કરેલી રેસ્ટોરન્ટને જોવા પહેલીવાર સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ પુનમચંદ્રના પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.

મૃતકના મિત્ર સુરેન્દ્રએ જણાવ્યું હતું કે, પુનમચંદ્ર પુરનેશ્વર નાયક (ઉં.વ. 23) તેલંગણાનો રહેવાસી હતો. તે બેંગ્લોરની એક કંપનીમાં સોફ્ટવેર એન્જીનિયર હતો. વર્ક ફોમ હોમ તરીકે કામ કરતો હતો. બે દિવસ પહેલા જ સુરત રહેતા અને રેસ્ટોરન્ટના વ્યવસાયમાં જોડાયેલા મિત્રોને મળવા આવ્યો હતો. રાત્રે રૂમમાંથી ત્રણ મિત્રો બાઇક લઈ ફરવા નીકળી ગયા હતા. ત્યારબાદ વહેલી પરોઢે ફોન પર સમાચાર મળ્યા હતા. ત્રણ સવાર મિત્રોની બાઇક સેન્ટ્રલ મોલ સામે રોડ ડિવાઈડર સાથે ભટકાતા ત્રણેય ને ગંભીર ઇજા થઇ હોવાની જાણ બાદ ભાગદોડ શરૂ થઈ ગઈ હતી.

વધુમાં જણાવ્યું હતું કે અઠવાગેટની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા પુનમચંદ્રને મૃત જાહેર કરાયો હતો. જ્યારે હર્ષા અને રુષવીર હાલ બન્ને હોસ્પિટલમાં દાખલ છે. પુનમચંદ્રના માતા-પિતા અને બહેન વતન તેલંગણામાં રહે છે અને એક ભાઈ બિહારમાં અભ્યાસ કરી રહ્યો છે.

પુનમચંદ્ર બે દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. લાંબા સમય બાદ બધા મિત્રો મળ્યા હતા. તમામ મિત્રો ઊંઘી ગયા બાદ પુનમચંદ્ર બે મિત્રો સાથે ફરવા નીકળ્યા બસ અકસ્માત થયા ની જાણ થઈ હતી. હાલ પોસ્ટ મોર્ટમ બાદ પુનમચંદ્ર નો મૃતદેહ અંતિમ વિધિ માટે વતન મોકલવામાં આવશે.

Most Popular

To Top