Charchapatra

એકટીંગને ‘એકટીંગ’ શીખવાડી ગયો એક એકટર

ચાર-ચાર પેઢીને ઘેલું લગાડયું આ અભિનયસમ્રાટે દેવ-દિલીપ-રાજ. આ ત્રણેનું સીને-જગત પર હતું. રાજ એક અલગારી અદાકાર, એક એકટીંગનો બાદશાહ ને ત્રીજો હતો મહાન શો-મેન અભૂતપૂર્વ ત્રિપુટી હતી. મજબૂત ત્રિકોણ! સમભૂજ ત્રિકોણ! લેજેન્ડસ કેન નેવર ડાઇ. રડતાં-રડતાં હસી પડે અને  હસતાં-હસતાં રડી પડે. ભૈ માણસ છે. દિલીપકુમાર છે ભૈ…) દિલિપ સા’બ માત્ર મહાન એકટર જ નહીં, એક સ્કૂલ, એક પ્રાણવાન સંસ્થા સમાન હતા. જેનો પાયો ખૂબ મજબૂત છે. ‘યુસુફ મિયાં’ જેવા જન્મજાત કલાકાર સદીઓ પછી જન્મે છે. એમની શ્રેષ્ઠ ફિલ્મો સરકારે ‘આમ-જનતા’ને સાત દિવસ સુધી બતાવવી જોઇએ. એમની ઉત્તમ ફિલ્મોની યાદી નાની-સૂની નથી. મોટે ભાગે એમને પ્લે-બેક આપનાર ગાયકો રફી-સા’બ, મુકેશજી તથા તલત મહેમૂદ પણ મહાન ગાયકો હતા. તાજ વગરનાં બેતાજ બાદશાહને આપણી સહુની હાર્દિક વંદના… પાલ, ભાઠા        – રમેશ એમ. મોદી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top