Gujarat

આગામી 24 કલાક ગુજરાતમાં કમોસમી વરસાદનું એલર્ટ, આ શહેરોમાં વરસાદની સંભાવના

ગુજરાત: રાજ્યમાં (Gujarat) આગમી 24 કલાક માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ભાવનગર, નર્મદા, તાપી અને નવસારી તેમજ વલસાડ, સુરત, ડાંગમાં પણ વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. જ્યારે કમોસમી વરસાદ વચ્ચે તાપમાનમાં લગભગ 3 ડિગ્રીમો વધારો થાય તેવી સંભવના પણ છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની શક્યતા છે. વધુમાં હવામાન વિભાગનાં અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે આગામી 24 કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની અસર જોવા મળી શકે છે.

જ્યારે આગામી પાંચ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં ફેરબદલ જોવા મળશે. આગામી 24 કલાક વરસાદ તો ત્યાર બાદ વાતાવરણ સૂકું રહેશે. મળતી માહિતી મુજબ નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ-દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

જ્યારે આજે એટલે કે 9 જાન્યુઆરી મંગળવારે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં અમુક સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 10 જાન્યુઆરીનાં રોજ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ પણ કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગહી કરવામાં આવી છે.

Most Popular

To Top