National

300 મુસાફરો સાથે ઉડાન ભરી રહેલા એર ઇન્ડિયાની ફ્લાઈટનું ઇમર્જન્સી લેન્ડિંગ

નવી દિલ્હી : એર ઇન્ડિયાનું (Air India) 300 મુસાફરોથી ઉડાન ભરી રહેલા એક હવાઈ જહાજને બુધવારે સ્કોટહોમ એરપોર્ટ (Scotholm Airport) ઉપર ઇમરજન્સીમાં લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. એર ઇન્ડિયાની ફ્લાઇટ નેવાર્ક (US) દિલ્હી (Delhi) હવાઈ મથકથી યાત્રીઓને લઇને રવાના થઈ હતી. જેમાં ટેક્નિકલ ખરાબી સર્જાઈ હતી. જેને કારણે ફ્લાઇટ તુરંત જ લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. બધા મુસાફરો હાલ તો સુરક્ષિત હોવાનુ જાણવા મળ્યું છે. એર ઇન્ડિયાની ફ્લાઇટમન ખરાબી સર્જાઈ હોવાને કારણે એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડનો કાફલો એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

હવાઈ જહાજમાં ટેક્નિકલી ખામીનું સર્જન થયું હતું
આ ઘટના અંગે નાગરિક ઉડિયન મહાનિર્દેશાલયના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર એર ઇન્ડિયાની એક ફ્લાઇટ 300 મુસાફરોને લઇને અમેરિકાના નૉવાર્ક ઇન્ટરનેશનલ હવાઈ મથક ખાતેથી દિલ્હી જવા માટે ઉડાન ભરી હતી. ઉંડાન ભર્યા બાદ ક્રૂવ મેમ્બરેને જાણ થઈ હતી કે વિમાનના એન્જીનમાંથી ફ્યુલ લીકેજ થઇ રહ્યું છે.અને ત્યારબાદ વિમાનને સ્વીડનના સ્કોટહોમ અડ્ડા ઉપર તાત્કાલિક ધોરણે લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ સાથેજ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં ફાયર ફાઇટરોનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.દરમ્યાન મુસાફરોમાં પણ દહેશતનો માહોલ જોવા મળી રહ્યો હતો.

20 ફેબ્રુઆરીએ ઈન્ડિગો ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું
આ પહેલા 20 ફેબ્રુઆરીએ દિલ્હીથી દેવઘર જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. જેથી વિમાનનું ઇમર્જન્સીમાં લખનૌના અમૌસી એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. બૉમ્બ ડિસ્પોઝેબલ કરનારની ટીમે બૉમ્બની સોધખોડ કરી હતી જોકે આ માત્ર એક અફવા હતી કે ફ્લાઇટમાં બૉમ્બ મુકવામાં આવ્યો છે. પછી વિમાનને તેના ગંતવ્ય સ્થાને રવાના કરવામાં આવ્યું. લખનૌ એરપોર્ટના પ્રવક્તાએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોસર ફ્લાઈટને લખનૌ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી અને તેની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં મળેલી માહિતી અફવા હોવાનું જાણવા મળ્યું હતું. આ પછી વિમાનને રવાના કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત હતા.

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પણ 18 ફેબ્રુઆરીએ ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું
અગાઉ 18 ફેબ્રુઆરીએ સ્પાઈસ જેટની મુંબઈ-કંડલા ફ્લાઈટને ટેક્નિકલ ખામીને કારણે ટેક-ઓફ કર્યા બાદ પાછું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. સ્પાઈસજેટ Q400 એરક્રાફ્ટ ફ્લાઈટ SG-2903 (મુંબઈ – કંડલા)ને ટેકઓફ પછી કેબિન પ્રેશરાઈઝેશન એલર્ટ મળ્યું. જે બાદ PICએ સાવચેતી રાખીને વિમાનને મુંબઈ પરત કરવાનો નિર્ણય લીધો હતો.

Most Popular

To Top