National

તેલંગાણામાં એરફોર્સ ટ્રેનર એરક્રાફ્ટ દુર્ઘટનાગ્રસ્ત, બે પાયલટના મોત

હૈદરાબાદ: તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ (Crash) થવાના સમાચાર છે. આ દુર્ઘટના તેલંગાણાના (Telangana) ડિંડીગુલના મેડક જિલ્લામાં બની હતી. દુર્ઘટના સમયે વિમાનમાં (Aircraft) એક ટ્રેઈનર પાઈલટ અને ટ્રેઈની પાઈલટ હાજર હતા. આ અકસ્માતમાં બંને પાયલોટના (Pilot) મોત (Death) થયા છે. ભારતીય વાયુસેનાનું (Indian Air Force) આ વિમાન ક્રેશ થતાં બચાવ ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી.

  • તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક ટ્રેનર એરક્રાફ્ટ ક્રેશ
  • અકસ્માતમાં ક્રાફ્ટમાં સવાર બંને પાયલોટના મોત
  • સવારે 8 વાગીને 55 મિનીટે થયો હતો અકસ્માત
  • અકસ્માત ગ્રસ્ત વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું

પ્રાપ્ત વિગતો મુજબ આજે એટલે કે સોમવારે સવારે 8 વાગીને 55 મિનીટે તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માત ડિંડીગુલના તુપરન મંડલમાં થયો હતો. આ તાલીમાર્થી વિમાન હૈદરાબાદ-ડિંડીગુલ એરફોર્સનું હતું. દુર્ઘટના સમયે વિમાનમાં એક પ્રશિક્ષક અને એક તાલીમાર્થી પાયલટ હાજર હતા. આમ વિમાનમાં બે પાઇલોટ સવાર હતા. જેમના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.

સમગ્ર મામલે વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેનર વિમાને તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીથી સવારે ઉડાન ભરી હતી. ત્યાર બાદ સવારે 8.55 વાગ્યે પ્લેનને અકસ્માત નડ્યો હતો. અકસ્માત ગ્રસ્ત વિમાન Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ હતું. તેમજ IFAએ ટ્વીટ કરીને આ દુર્ઘટનાની જાણકારી આપતા જણાવ્યું હતું કે ટ્રેનર એરક્રાફ્ટ રૂટીન ફ્લાઈટ પર હતું. આ દુર્ઘટનામાં બંને પાયલટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત થયું હતું. આ દુર્ઘટનામાં કોઈ સ્થાનિક નાગરિક કે ક્રાફ્ટ સિવાયના જાનમાલને નુકસાન થયું નથી. વઘુમાં એરફોર્સે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે.

છેલ્લા આઠ મહિનામાં એરફોર્સનો આ ત્રીજો અકસ્માત છે. આ પહેલા જૂનમાં એરક્રાફ્ટ કિરણ ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લામાં મોગપુરા ગામમાં ખુલ્લા મેદાનમાં ક્રેશ થયું હતું. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાતિ થઇ ન હતી. ક્રાફ્ટમાં ઉપસ્થિત બંને પાઇલોટે પેરાશૂટની મદદથી પોતાનો જીવ બચાવ્યો હતો.

મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ થયું હતું
મે મહીનામાં નિયમિત તાલિમ ઉડન દરમિયાન રાજસ્થાનના હનુમાનગઢ નજીકભઅરતીય વાયુસેનાનું મિગ-21 ફાએટર પ્લેન ક્રેશ થતાં ત્રણના મોત થયાં હતાં. આ વિમાને સુરતગઢના એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. જેમાં અચાનક ખરાબી થતાં પ્લેન ક્રેશ થયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે પાયલોટનો મૃતદેહ ઘટના સ્થળેથી 25 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં સુરતગઢમાં મળી આવ્યો હતો.

Most Popular

To Top