Gujarat

ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની યોગ દિનની ઉજવણી સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે

ગાંધીનગર : વિશ્વભરમાં દર વર્ષે ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (World Yoga Day) તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ (Yoga for Humanity)ની થીમ પર ઉજવવાનું (Celebration) નક્કી કરાયું છે. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે થશે, જેમાં કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કિશનરાવ કરાડ અને રાજયના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ રહેશે. સવારે ૬.૦૦ કલાકે યોજાનાર આ કાર્યક્રમમાં ૭૫૦૦થી વધુ લોકો સહભાગી થશે. મુખ્યમંત્રી સવારે ૬.૩૦ કલાકે રાજયના નાગરિકોને વર્ચ્યુઅલી સંબોધશે. જેનું જીવંત પ્રસારણ જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં કરાશે.

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે રાજ્યના ધાર્મિક, પ્રવાસન, ઐતિહાસિક તથા શૈક્ષણિક મહત્વ અને કુદરતી સૌંદર્ય ધરાવતા ૭૫ આઇકોનિક સ્થળો જેવા કે સાબરમતી રિવરફ્રન્ટ, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ તથા મોઢેરા સૂર્યમંદિર જેવા સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજયના ૩૩ જિલ્લાઓના જે ૭૫ સ્થળોની પસંદગી કરાઈ છે તેમાં ૧૮ જેટલાં ઐતહાસિક સ્થળો, ૧૭ જેટલાં ધાર્મિક સ્થળો, ૨૨ જેટલાં પ્રવાસન સ્થળો, ૧૭ જેટલાં કુદરતી સ્થળો અને એક શૈક્ષણિક સ્થળની પસંદગી કરવામાં આવી છે.
આખું વિશ્વ વિશાળ જનભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરવાનું છે ત્યારે ગુજરાતના સવા કરોડ પ્રજાજનો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે.

ઔતિહાસિક ગોલ્ડન બ્રિજ પર આજે 1000થી વધુ વિદ્યાર્થીઓ યોગા કરશે
અંકલેશ્વર : 141 વર્ષમાં પહેલી વખત બ્રિજમાં 4633 ફૂટની ગ્રીન કાર્પેટ બિછાવવામાં આવી છે. ભરૂચ અને ગુજરાતના ગૌરવ એવા ગોલ્ડનબ્રિજ ઉપર પ્રથમ વખત વિશ્વ યોગદિવસની ઉજવણી થઈ રહી હોય સોમવારે બપોરે 12 કલાકથી મંગળવારે બપોરે 12 કલાક સુધી ગોલ્ડનબ્રિજ વાહનો માટે બંધ કરી દેવાયો છે. આ દરમિયાન વાહનચાલકોએ નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે.

આ ઐતિહાસિક અને આઇકોનીક ક્ષણે ગોલ્ડનબ્રિજને ટ્રાય કલર્સ બ્લુનથી શણગારવામાં આવશે, જિલ્લા કક્ષાના કાર્યક્રમની ભવ્ય ઉજવણી નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કરાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચના સાંસદમનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, સર્વ ધારાસભ્ય અરૂણસિંહ રણા ગોલ્ડનબ્રિજ ખાતે સોમવારે મોડી સાંજે રિહર્સલ કરાઈ હતી. મંગળવારે સવારે 6 કલાકથી ટ્રાય કલર્સ બ્લુનથી સજેલા 1.4 કિલોમીટર લાંબા ઐતિહાસિક ગોળન્ડબ્રિજમાં 1000થી વધુ યોગ્ય સાધકોની વિવિધ યોગ મુદ્રાનો અદભુત નજારો જોવા મળશે.

Most Popular

To Top