National

દિલ્હીમાં શુદ્ધ શ્વાસ લેવા ઓક્સિજન વેચાઈ રહ્યું છે, 15 મિનિટ શ્વાસ લેવા લોકો આપે છે 299રૂ.

નવી દિલ્હી: ‘ઑક્સિજન’એક શુદ્ધ વાયુ કે જે ચેતન પ્રાણીઓને જીવવાનું બળ આપે છે. પાણી (Water) તેમજ હવા (Air) એ આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. તેના વગર મનુષ્ય કે સજીવ સૃષ્ટિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. છેલ્લા ધણાં સમયથી આપણે સાંભળી રહ્યાં હતા કે ભવિષ્યમાં (Future) લોકોએ પાણી તેમજ હવા માટે પૈસા (Money) ખર્ચવા પડશે. પાણી માટે તો આપણે સૌ આજના સમયે જ પૈસા ખર્ચવાનું શરૂ કરી દીઘું છે. પરંતુ હવે સમય એવો આવી ગયો છે કે લોકો શુદ્ઘ હવા માટે પણ પૈસા ખર્ચતા થયાં છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો ત્યાં પ્રદૂષણ એટલી હદ સુઘી વઘી ગયું છે કે લોકોએ ઘરમાં રહેવાની ફરજ પડતી હોય છે. ખાસ કરીને શિયાળાના સમયે દિલ્હી વાસીઓએ આ પરિસ્થિનો સામનો કરવો પડતો હોય છે. શાળા, ઓફિસો બંધ રાખવાની ફરજ પડતી હોય છે. આવા સમયે દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ શરૂ થઈ છે. આ રેસ્ટોરા ખાવા પીવા માટે કે મનોરંજન માટે નથી શરૂ કરવામાં આવી. પરંતુ લોકોને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન મળી રહે તે માટે શરૂ કરવામાં આવી છે. અહીં લોકો 15 મિનિટ શ્વાસ લેવા માટે 299રૂ. ખર્ચે છે. આ બાર ભારતીયો અને પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરે છે. મળતી માહિતી મુજબ બે NGO દ્વારા પ્રકાશિત કરાયેલ તાજેતરનો અહેવાલ સૂચવે છે કે પૃથ્વી પર સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા 10 શહેરોમાંથી 7 ભારતમાં વસે છે. આ સાથે સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે નવી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અગાઉ દિલ્હીની તુલના “ગેસ ચેમ્બર” સાથે કરી હતી.

મળતી માહિતી મુજબ દિલ્હીમાં એક રેસ્ટોરન્ટ શરૂ થઈ છે જે લોકોને શ્વાસ લેવા માટે શુદ્ધ ઓક્સિજન પ્રદાન કરે છે. બાર વિશે વાત કરતા મેનેજર બોની ઇરેંગબેમે જણાવ્યું હતું કે તેઓ 7 વિવિધ ફ્લેવરમાં ઓક્સિજન પૂરો પાડે છે. જેમાં લેમનગ્રાસ, નારંગી, તજ, ફુદીનો, નીલગિરી, સ્પિયરમિન્ટ અને લવંડર જેવા ફ્લેવરનો સમાવેશ થાય છે. 15 મિનિટ ઓક્સિજન લેવા માટે ગ્રાહકે રૂ. 299 ચૂકવવા પડે છે. અસ્થમા, બ્રોન્કાઇટિસ અથવા શ્વાસની અન્ય સમસ્યાઓથી પીડિત લોકોને આ ઓક્સિજન લેવાની મંજૂરી આપવામાં આવતી નથી. મેનેજર બોની ઇરેંગબેમે જણાવ્યું હતું કે વિદેશના દેશોમાં તેઓએ આવા બાર જોયા હતા ત્યાર પછી તેઓને આવો જ બાર ભારતમાં ખોલવા માટેની પ્રેરણા મળી હતી. દિલ્હીના ઊંચા પ્રદૂષણના સ્તરે આ બારને લોકપ્રિય બનાવવામાં ટ્રિગર તરીકેની કામગીરી કરી છે.

શુદ્ધ ઓક્સિજન શ્વાસમાં લેવાથી વ્યક્તિમાં ચપળતા આવે છે, ચીડિયાપણું ઘટે છે, ઊંઘ અંગે આવતી તમામ પ્રોબલેમને ધટાડે છે. આ સાથે હાલના સમયે સૌથી વઘારે લોકમાં જોવા મળતી સમસ્યા ચિંતા અને ડિપ્રેશનને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. શરીરને પણ આરામ મળે છે. બોનીએ વઘુમાં જણાવ્યું હતું કે આ બારમાં દર મહિને લગભગ 600 ગ્રાહકો ત્યાં જાય છે.

Most Popular

To Top