Gujarat

અમદાવાદના સોલામાં દંપતીનો 60 હજારનો તોડ કરનારા ત્રણ પોલીસકર્મીની ધરપકડ

અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) શહેરના સોલા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ (Night P દરમિયાન એક દંપતિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરનાર ટ્રાફિક શાખાના બે પોલીસકર્મી અને એક ટીઆરબી જવાન સહિત ત્રણની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સોલા પોલીસે તોડ કરનાર ‘એ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસકર્મી એએસઆઈ મુકેશ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોક પટેલ અને ટીઆરબી જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરી છે.

  • એરપોર્ટથી ટેક્સીમાં ઘરે જઈ રહેલા દંપતિને ઓગણજ ટોલ સર્કલ પાસે ઊભા રાખી ચેકિંગના બહાને રંજાડ્યા
  • ગુનો નોંધવાનું કહી અવાવરૂ જગ્યાએ લઈ જઈ પતાવટ કરી હતી: બે ટ્રાફિક કોન્સ્ટેબલ અને એક ટીઆરબી વિરુદ્ધ કાર્યવાહી

મળતી માહિતી મુજબ ગઈ 25મી ઓગષ્ટના રોજ અમદાવાદ વિમાની મથકેથી ટેક્સીમાં એક પરિવાર ઘર તરફ જઈ રહ્યું હતું, ત્યારે રાત્રે ઓગણજ સર્કલ નજીક પોલીસકર્મીઓએ (બે પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાન) તેમની ગાડીને રોકી હતી. ગાડીમાં બેઠેલા મિલનભાઈએ પોતે વેપારી હોવાની ઓળખ આપી હતી. તેમ છતાં પેટ્રોલિંગમાં રહેલા પોલીસકર્મીએ મિલનભાઈને ધમકાવ્યા હતા અને જાહેરનામાના ભંગ બદલ ગુનો કર્યો હોવાનું કહીને વેપારીને પોલીસવાનમાં બેસાડી દીધા હતા. જ્યારે ટેક્સીમાં વેપારીની પત્ની અને એક વર્ષના નાના બાળક સાથે એક પોલીસ બેસી ગયો હતો.

ત્યારબાદ પોલીસવાન અને ટેક્સીને અવાવરૂ જગ્યાએ લઈ જઈ બે લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે 60 હજાર રૂપિયા નક્કી થતાં નજીકના એટીએમમાંથી 40 હજાર રૂપિયા કાઢવામાં આવ્યા હતાં તેમજ 20,000 રૂપિયા ટેક્સી ડ્રાઇવરના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ તેની પાસેથી 20,000 એટીએમમાંથી ઉપાડી લીધા હતા. આમ 60,000નો તોડ કર્યો હતો. આ મામલે બે પોલીસે કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પ્રાથમિક વિગતમાં 60 હજારના તોડમાં 25- 25 હજાર રૂપિયા બે પોલીસકર્મીઓએ અને 10,000 રૂપિયા ટીઆરબી જવાન લીધા હોવાનું બહાર આવ્યું હતું.

Most Popular

To Top