Science & Technology

અગ્નિ-5 મિસાઈલનું પરીક્ષણ સફળ, PM મોદીએ ‘મિશન દિવ્યસ્ત્ર’ માટે DRDOને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હી: ભારતનું (India) વધુ એક મિશન સફળ થયું છે. તેમજ આ મિશનની (Mission) સફળતા સાથે જ ભારતની પરમાણુ શક્તિમાં મોટો વધારો થયો છે. આ મિશનને દિવ્યસ્ત્ર (Divyastra) નામ આપવામાં આવ્યું હતું. જેના અંતર્ગત અગ્નિ-5 (Agni-5) મિશાઇલનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ મિશનને સફળતા મળતા જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન દિવ્યસ્ત્રની ટીમને શુભેચ્છાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સાંજે મિશન દિવ્યસ્ત્ર માટે DRDOને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “મિશન દિવ્યસ્ત્ર માટે અમને અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ (MIRV) ટેક્નોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળ રહ્યું છે.”

ભારત વિશ્વના આ ગણતરીના દેશોમાં ઉમેરાયુ
મિશન દિવ્યસ્ત્રની સફળતા બાદ હવે અગ્નિ 5 મિસાઈલ દ્વારા એક સાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવી શકાય છે. આ મિસાઈલ પર એક સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, જેના દ્વારા એક જ સમયે ત્રણ અલગ-અલગ લક્ષ્યોને ભેદી શકાય છે. મિશન દિવ્યસ્ત્રના પરીક્ષણ સાથે ભારત MIRV ક્ષમતા ધરાવતા દેશોના ગણતરીના દેશોમાં જોડાયું છે.

આ અગ્નિ-Vની વિશેષતા છે
અગ્નિ-5 મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે. આ મિસાઇલ 17.5 મીટર લાંબી છે. તેનો વ્યાસ 2 મીટર એટલે કે 6.7 ફૂટ છે. તેમજ તેના પર 1500 કિલોગ્રામ વજનનું પરમાણુ હથિયાર લગાવી શકાય છે. આ મિસાઈલમાં ત્રણ સ્ટેજ રોકેટ બૂસ્ટર છે જે ઘન ઈંધણ દ્વારા ઉડાન ભરે છે. જેની ઝડપ તેમજ અવાજની ગતિ કરતા 24 ગણી વધારે છે. એટલે કે તે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે.

અગ્નિ-5 મિસાઈલ (Agni-V) 29,401 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દુશ્મન પર હુમલો કરે છે. તે રીંગ લેસર ગાયરોસ્કોપ ઇનર્શિયલ નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, નેવીઆઈસી સેટેલાઇટ ગાઇડન્સ સિસ્ટમથી સજ્જ છે. તેમજ અગ્નિ-5 મિસાઈલ ચોકસાઈ સાથે લક્ષ્ય પર હુમલો કરે છે. જો લક્ષ્ય 10 થી 80 મીટર દૂર પણ તેની જગ્યાએથી ખસી જાય તો તેનાથી બચવું મુશ્કેલ છે.

Most Popular

To Top