National

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવાઈ

નવી દિલ્હી: પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા (Sidhu Moosewala)ની 29 મેના રોજ દિવસે દિવસે ગોળી મારીને હત્યા(Murder) કરવામાં આવી હતી. સમગ્ર દેશ હજુ પણ આ ઘટનામાંથી બહાર આવી શક્યો નથી. સિદ્ધુનું નિધન સમગ્ર દેશ માટે મોટો આઘાત છે. સિદ્ધુ પર આ હુમલાના એક દિવસ પહેલા તેમની સુરક્ષા(Security)માં ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે હવે આ સિંગરના મોત બાદ અનેક સેલિબ્રિટીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

સલમાન ખાન માટે સુરક્ષા વધારી દેવામાં આવી
તાજેતરમાં જ સિદ્ધુ મુસેવાલાના મોત બાદ ગાયક મીકા સિંહની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હવે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન(Salman Khan)ની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સાવચેતી તરીકે, મુંબઈ પોલીસે સલમાનની એકંદર સુરક્ષા વધારી દીધી છે, જેથી સુપરસ્ટારને ગેંગસ્ટર બિશ્નોઈ અને તેની ગેંગથી સુરક્ષિત રાખી શકાય.

સલમાન ખાનને આપી હતી ધમકી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધુ મુસેવાલાની હત્યા માટે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યા છે. બીજી તરફ, એવું કહેવામાં આવી રહ્યું છે કે સલમાન પહેલેથી જ બિશ્નોઈ ગેંગના નિશાના પર હતો. જ્યારે કાળિયાર શિકારના મામલામાં સલમાનનું નામ આવ્યું ત્યારે બિશ્નોઈ સમુદાયના લોકોની ભાવનાઓને ઘણી ઠેસ પહોંચી હતી. બિશ્નોઈ સમુદાયના લોકો કાળા હરણ માટે ઘણું માન ધરાવે છે અને આ શિકારને કારણે તેમને ઘણું નુકસાન થયું હતું. જેથી કાળિયારના શિકાર બાદ લોરેન્સે સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બિશ્નોઈ ગેંગે 2020માં રેકી કરી હતી
જણાવી દઈએ કે 2020માં બિશ્નોઈ ગેંગના રાહુલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે તેણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે તેણે સલમાન ખાનને મારવાની યોજના બનાવી હતી. તેની રેકી કરવા તે મુંબઈ પણ ગયો હતો. આવી સ્થિતિમાં હવે સિદ્ધુ મુસેવાલાના મોત બાદ પોલીસ કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવા માંગતી નથી.

Most Popular

To Top