National

લો બોલો : હવે આધારકાર્ડનો પણ ફોટો બદલી શકશો, જાણો શું છે પ્રક્રિયા

આધાર કાર્ડ (ADHAR CARD)એ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ (DOCUMENT) છે. તમામ સરકારીથી ખાનગી સંસ્થાઓ સુધીના ઘણા કાર્યોમાં આધારકાર્ડ આવશ્યક છે. બીજી બાજુ, સરકાર દ્વારા આપવામાં આવતી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર ફરજિયાત કરવામાં આવે છે. 

આધાર કાર્ડમાં રજીસ્ટ્રેશન સમયે ફોટો (PHOTO) ક્લિક કરવામાં આવે છે, ત્યારે ત્યાં કોઈ વિશેષ કેમેરો (camera) હોતો નથી અથવા બેકગ્રાઉન્ડ એવું નથી હોતું કે ફોટો કંઈક ખાસ લાગે. આ સમય દરમિયાન, ઘણા ખરાબ ફોટા પાડવામાં આવે છે. અને સતત લોકોને તેની ફરિયાદ પણ રહે છે. પણ જો તમે તમારા આધારમાં ખરાબ ફોટા બદલવા માંગો છો, તો તમારે તે વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી. અહીં અમે તમને આધાર કાર્ડમાં સારા ફોટો મેળવવાની સરળ રીત જણાવી રહ્યા છીએ. યુઆઈડીએઆઈ (UIDAI) ફક્ત ફોટો બદલવા અથવા આધારકાર્ડમાં કોઈપણ ફેરફારની ઓફલાઇન (offline) સેવા પ્રદાન કરે છે. ફોટોમાં ફેરફાર માટે દરેકને નજીકના આધાર કેન્દ્ર (ADHAR CENTER)ની મુલાકાત લેવી પડે છે. આ સિવાય પોસ્ટ દ્વારા અરજીઓ પણ કરી શકાય છે.

જાણો શું છે પ્રક્રિયા

  • સૌ પ્રથમ, તમારે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાં તમારે આધાર મેળવો વિભાગમાં જવું પડશે.
  • આધાર નોંધણી / અપડેટ ફોર્મ અહીંથી ડાઉનલોડ કરવું પડશે. તે પછી, ફોર્મ ભરો અને આધાર સેવા કેન્દ્રની મુલાકાત લઈને સબમિટ કરો.
  • ફિંગરપ્રિન્ટ્સ, રેટિના સ્કેન અને વપરાશકર્તાના ફોટોગ્રાફ્સ ફરીથી કેન્દ્રમાં લેવામાં આવે છે.
  • જો તમે માહિતીને અપડેટ કરવા માંગતા હો, તો 50 રૂપિયા વસૂલવામાં આવે છે.
  • જ્યારે તમારી ફોટો અપડેટ એપ્લિકેશન સ્વીકારવામાં આવશે, ત્યારે વપરાશકર્તાને યુઆરએન મળશે.
  • તમારી એપ્લિકેશન કયા તબક્કે છે તે નંબર દ્વારા તમે ટ્રેક કરી શકો છો.
  • માહિતીને અપડેટ કરવાના 90 દિવસ પછી, નવી તસવીર સાથેનું એક નવું આધાર કાર્ડ 3 મહિનામાં ઉપલબ્ધ થશે.
જો તમારે આધાર કેન્દ્રમાં જવું નથી, તો તમે યુઆઇડીએઆઇની પ્રાદેશિક કચેરીમાં એક પત્ર લખીને સુધારણા માટે કહી શકો છો:
  • સૌ પ્રથમ, તમારે યુઆઈડીએઆઈની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે.
  • આધાર કાર્ડ અપડેટ કરેક્શન ફોર્મ અહીંથી ડાઉનલોડ કરવું પડશે. ત્યારબાદ તમામ માહિતી ફોર્મ ભરવાની રહેશે.
  • ફોર્મ ભર્યા પછી, યુઆઈડીએઆઈની પ્રાદેશિક કચેરીના નામે આધારકાર્ડ અપડેટ માટે એક પત્ર લખવામાં આવ્યો છે અને પછી સ્વ-પ્રમાણિત ચિત્ર જોડવું અને પછી તેને પોસ્ટ કરવું.
  • આ બનવાના બે અઠવાડિયામાં તમને નવા ફોટાઓ સાથે એક આધારકાર્ડ મળશે.

એટીએમવાળા આધારકાર્ડ: 

યુઆઈડીએઆઇએ પણ લોકોને ફક્ત 50 રૂપિયામાં આધાર ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે અને તે એટીએમ જેવું કાર્ડ છે. લોકો માને છે કે એટીએમ જેવું આ કાર્ડ મોંઘુ હશે, પરંતુ તે મોંઘું નથી. સામાન્ય લોકોની પકડમાં રહેવા માટે, તેને ઓછા ભાવે રાખવામાં આવ્યા છે. પીવીસી સાથેનું આ આધાર કાર્ડ ઘણી સલામતી સુવિધાઓથી સજ્જ છે. એકદમ અનુકૂળ હોવા સાથે, તે ટૂંક સમયમાં બગડશે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top