National

કોઇમ્બતુરમાં જોવા મળ્યો સફેદ રંગનો વિચિત્ર કોબ્રા

તમિલનાડુ : તમિલનાડુના (Tamil Nadu) કોઈમ્બતુર (Coimbatore) શહેરમાં વ્હાઈટ કોબ્રા જોવા મળ્યો છે. આ સફેદ કોબ્રાને (White cobra) જોઈ લોકો ચોંકી ગયા હતા. સામાન્ય રીતે કોબ્રાનો રંગ કાળો હોય છે અથવા તો કાળો-ભુરો મિક્સ હોય છે. પરંતુ આ કોબ્રાનો રંગ સફેદ છે. વાઇલ્ડલાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના (Wildlife and Nature Conservation Trust) નિષ્ણાતોએ સફેદ કોબ્રાને પકડી જંગલમાં છોડી દીધો છે.

તમિલનાડુના કોઈમ્બતુર શહરેમાં શહેરમાં 5 ફુટ લાંબો સફેદ કોબ્રા જોવા મળ્યો છે. આ વ્હાઈટ કોબ્રા ચાર સાપોની મોટી પ્રજાતિમાંથી એક છે. ભારતમાં આ સફેદ કોબ્રાના કરડવાથી સૌથી વધારે મોત થાય છે.

વાઇલ્ડ લાઇફ એન્ડ નેચર કન્ઝર્વેશન ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યુ કે સફેદ કોબ્રાને પકડવો ખુબ જ જરૂરી હતો. કારણ કે સફેદ કોબ્રા ખુબ જ ઝેરીલા હોય છે. સફેદ કોબ્રાને પકડવા માટે નિષ્ણાત વ્યક્તિનું હોવું ખુબ જ જરૂરી છે. કારણ કે જો નિષ્ણાત વગર તેને પકડવો મુશ્કેલ છે. જેનાથી કોઈ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે.

વૈજ્ઞાનિક ભાષામાં અલ્બીનો કહેવામાં આવે છે
આવા સફેદ કોબ્રાને વૈજ્ઞાનિક ભાષામાં અલ્બીનો કહેવામાં આવે છે. જે કોબ્રાની પ્રજાતિમાંથી એક છે. અલ્બીનો કોબ્રા એટલે સફેદ કોબ્રા, સામાન્ય રીતે જો મેલાનિનનું જીન માતા-પિતા પાસેથી બાળકમાં યોગ્ય રીતે ટ્રાન્સફર ન થયું હોય તો તેનો રંગ સફેદ થઈ જાય છે. સફેદ કોબ્રા મોટા ભાગે લાંબુ જીવન જીવી શકતા નથી. મોટા ભાગે તે નાના હોય ત્યારે જ મૃત્યુ પામે છે. સામાન્ય રીતે આવા સફેદ કોબ્રા જમીનની અંદર રહેતા હોય છે. કારણ કે, સફેદ કોબ્રા સુર્યનો પ્રકાશ સહન નથી કરી શકતા. વધારે સુર્ય પ્રકાશના કારણે તેઓ મૃત્યુ પામે છે.

સફેદ કોબ્રાની આંખો લાલ અથવા ગુલાબી રંગની હોય છે. જેના કારણે તેને જોવામાં તફલીક પડતી હોય છે. ઘણા એવા સફેદ કોબ્રા પણ હોય છે કે જે જોઈ શકતા નથી. જો કોઈમ્બતુરમાં મળેલા કોબ્રાની વાત કરીએ તો તે સંપુર્ણ રીતે વિકસીત છે અને તે જોઈ પણ શકે છે. તેણે પકડીને જંગલમાં છોડી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top