Columns

કર્મનો કોથળો

બીજો મંત્રી બગીચામાં ગયો વિચારવા લાગ્યો કે હું આ ઝાડ પર ચઢી ચઢીને ફળો ભેગા કરીશ પણ રાજા પોતે થોડા ખાવાનાં છે તે તો પ્રજાને આપવા કોઈ ગામ મોકલાવી જ દેવાના છે તો પછી શું કામ ખોટી મહેનત કરવી તેણે ઝાડ પર ચઢીને ફળો તોડવાને બદલે પાકીને નીચે પડી ગયેલા દબાયેલા, સડી ગયેલા ફળો ભેગા કરીને પોતાનો કોથળો ભરી દીધો.’ ત્રીજો મંત્રી બગીચામાં ગયો તેણે વિચાર્યું કે કોઈપણ સેવક કરી શકે તે કામ રાજાએ મંત્રીઓને સોંપ્યું છે.એટલે રાજાની આજ્ઞાનું પાલન મારે બરાબર જ કરવું જોઈએ.તેણે એક એક ઝાડ પર ચઢીને બરાબર જોઇને સારા સારા ફળો એકઠા કર્યા.આખો કોથળો ભરતાં તેને ઘણી મહેનત કરવી પડી.

ત્રણે મંત્રીઓ પોતે ભરેલા થેલા સાથે દરબારમાં પહોંચ્યા.તેમને થેલા સાથે જોઇને રાજાએ કહ્યું, ‘હવે દરેક મંત્રી પોતાના થેલા સાથે મહેલના એક એક ખંડમાં જશે અને એક મહિનો તે ખંડમાં જ બંધ રહેશે અને તેમને કોઇપણ ખાવાનું બહારથી આપવામાં આવશે નહિ.આ મારી મંત્રોની કામ કરવાની રીતની કસોટી છે.’ હવે તમને ખબર પડી જ ગઈ હશે કે આ કસોટીમાં કોણ પાર પડશે અને કોના બુરા હાલ થશે.અને ધ્યાનથી સમજજો હવેની વાત કે આપણે બધા જ આ મંત્રીઓ છીએ અને ભગવાન આપણા રાજા છે તેમણે આપણને કર્મ રૂપી ફળો ભેગા કરવાનુ કામ સોંપ્યું છે અને આપણે કેવા કર્મ કરી આપણો કોથળો ભરવાનો છે તે આપણે જોવાનું છે કારણ કે યાદ રાખજો છેલ્લે આપણો કોથળો આપણને જ મળવાનો છે અને જેવા કર્મ કરી કોથળો ભર્યો હશે તેવા જ ફળો આપણને મળશે.માટે કર્મ કરવા માટે સજાગ રહો.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top