Dakshin Gujarat

થાક્યા વિના સાડા ચાર વર્ષની બાળકીએ કરી અઢી હજાર કિ.મી. લાંબી નર્મદાની પરિક્રમા

ભરૂચ: ‘ नर्मम ददाति इति नर्मदा..’ જેના દર્શનથી આનંદ પ્રાપ્ત થાય એ નર્મદા. શનિવારે નર્મદા જયંતિ ઉજવણી થઇ રહી હોય એમ દર વર્ષે અનેક શ્રધ્ધાળુઓ નર્મદા પરિક્રમા કરે છે. જો કે હવે તો નાના બાળકો પણ નર્મદા પરિક્રમાની તપસ્યાથી લોકો પણ પ્રભાવિત થઇ રહ્યા છે. આ વર્ષે માત્ર સાડા ચાર વર્ષની નાનકડી તપસ્વી નર્મદા પરિક્રમા કરવા નીકળી છે. આ બાળકી અઢી હજાર કિમી વધુ પગદંડી ચાલી ચુકી છે.

  • મહારાષ્ટ્રના અહમદનગરના ચેડગાંવની રાજેશ્વરી જાધવે 3 મહિનામાં અઢી હજાર કિ.મી.ની નર્મદા પરિક્રમા યાત્રા પૂરી કરી
  • માતા-પિતા સાથે નર્મદા પરિક્રમા યાત્રા પર નીકળેલી રાજેશ્વરી ક્યારેય થાકતી નથી
  • નર્મદામાં કચરો નહીં ફેંકવા બાળ પરિક્રમા યાત્રીએ સંદેશો આપ્યો

પોતાના માતા-પિતા સાથે પગપાળા નર્મદા પરિક્રમા કરી રહેલી માત્ર સાડા ચાર વર્ષની રાજેશ્વરીની ભકિત અને નર્મદા નદી પ્રત્યેની આસ્થા જોઇને સૌ કોઈ દંગ રહી જાય છે. નાની ઉંમરે રાજેશ્વરી રોજના 25થી 30 કિમી ચાલે છે. ત્રણ મહિનામાં અત્યાર સુધીમાં લગભગ અઢી હજાર કિમી ચાલી છે. હવે માત્ર 700 કિલોમીટરની પરિક્રમા પૂરી કરવામાં બાકી છે. નર્મદા પરિક્રમાના નિર્દોષ ભગત રાજેશ્વરી પદયાત્રા સાથે પર્યાવરણ અને નદીના જળ સંરક્ષણ અંગે પણ લોકોને એવો સંદેશો આપી રહ્યા છે કે નર્મદામાં કચરો ન ફેંકવો જોઈએ. નર્મદા નદીમાં બધે જ પ્રદુષણ નજરે ચઢે એ સારું નથી.

મૂળ તો પરિક્રમાવાસી રાજેશ્વરીના માતા-પિતા જાદવ દંપતિ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ચેડગાંવના રહેવાસી છે. તેઓ નર્મદા પરિક્રમા કરી ચુક્યા છે. આ વખતે તેમની વહાલસોયી દીકરી રાજેશ્વરીની વિનંતીએ નર્મદા પરિક્રમા પર નીકળ્યા છે. પરિક્રમાવાસી રાજેશ્વરીના પિતા રમેશ જાધવ કહે છે કે તેઓ તેમના વિસ્તારમાં મરાઠીમાં વાર્તા સંભળાવે છે, જેના કારણે પરિવારમાં ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે છે. તેમની પુત્રીએ નાનપણથી જ આ બધું જોયું અને સમજ્યું, જેનાથી તેમને નર્મદાની પરિક્રમા કરવાની પ્રેરણા મળી હશે. રમેશ જાધવ કહે છે કે પરિક્રમા દરમિયાન ચાલતાં ચાલતાં તેઓ ક્યારેક થાકી જાય છે. પણ રાજેશ્વરી ક્યારેય થાકતી નથી. તેના બદલે, તે તેમની આગળ જાય છે. નર્મદા માટે તેમનું સમર્પણ, શ્રદ્ધા જોઈને લોકો તેમના તરફ આકર્ષાય છે. દરેક વ્યક્તિ આ નાની બાળકીની પ્રતિભા અને સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે.

Most Popular

To Top