Vadodara

તતારપુરાના ખેડૂત અને મિત્રે વ્યાજ સાથે મકરપુરાના શખ્સને 29.23 લાખ ચૂકવ્યા

વડોદરા: વડોદરા જિલ્લાના તતારપુરા ગામના ખેડૂતે મિત્ર સાથે મળી ભાગીદારીમાં ખેતી કરવા માટે મકરપુરાના વ્યાજખોરે 18 લાખ વ્યાજે આપ્યા હતા. જેના 29.23 લાખ ચૂકવી દીધા હોવા છતાં બિપિન પટેલે તમારે 36 લાખ આપવાના છે હજુ સાત લાખ ચૂકવવા પેટે નીકળે છે જે નહી આપતો તમારા પર કેશ કરીશ તેવી ધમકી આપી હતી. જેથી વધુ 7.63 લાખ આપ્યા હોવા છતાં ચેક પરત ન આપતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વડોદરા જિલ્લાના તતારપુરા ગામે રહેતા સતીષભાઇ વિઠ્ઠલભાઇ ઠાકરડા (ઉં.વ.62) ખેતીના વ્યવસાય ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

વર્ષ 2012માં તેમણે મિત્ર પરષોતમ રણછોડભાઇ બારીયા સાથે મળી સંયુક્ત રીકે ખેતી કરવા માંગતા હતા. જેથી તેઓ પરેશભાઇના સંબંધી બિપિનભાઇ રયજીભાઇ રાઠોડે(રહે. રામનગર ડેપોનીપાછળ મકરપુરા ડેપો પાછળ વડોદરા)ને ભાગીદારી કરવા અંગે જણાવતા તેઓએ 18 લાખ રૂપિયા રોકવા માટે સહમત થયા હતા. ત્યારબાદ તેઓએ 15 લાખ રોકડા અને 3 લાખનો ચેક આપ્યો હતો. દસ્તાવેજ કરવાનો હતો ત્યારે બિપિન રાઠોડે અચાનક કહ્યું હતું કે હુ કોઇ ભાગીદાર થવાનો નથી મેં તમને ત્રણ ટકાના વ્યાજથી રૂપિયા આપ્યા છે જેથી બિપિનભાઇએ તેમની તથા પરષોતમભાઇ બારિયા પાસથી રૂ. 18 લાખ ઉછીના આપ્યા છે જે બે માસમાં પરત કરવા માટેની બાયધરી કરાર તેમજ એટલી રકમની પ્રોમિસર નોટ લખાવી લીધી હતી.

બંને રૂ. 18 લાખ 25-2012થી 25-04-2015 સુધીમાં ત્રણ ટકા વ્યાજ સાથે રૂ.29.23 લાખ રોકડા તેમજ ચેકથી બિપિન રાઠોડને ચૂકવી દીધા હતા. પરંતુ બિપિનભાએ 25-5-2012ના રોજ તેઓના વકીલ મારફતે લીગલ નોટિસ મોકલી હતી.ત્યાર બાદ તેમની સાથે વાત કરતા તેણે 30 લાખ ચૂકવવાના છે તથા બીજા સાત લાખ વ્યાજે ચુકવવાના બાકી છે જે નહી આપો તો તમારા પર કેસ કરી દઇશ. જેથી તેઓએ ડરીને વર્ષ 2015માં લક્ષ્મણપરમાર તથા ગીરીશ પરમાર દ્વારા 7.63 લાખનો ચેક આપ્યો હતો તેમ છતાં તેણે ચેક પરત આપ્યો ન હતો. જેથી તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મકરપુરાના બિપિન રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top