Vadodara

લક્ષ્મીપુરા વિસ્તારમાં ઘર છોડીને નીકળેલો 12 વર્ષીય બાળક 21 કલાકે મળી આવ્યો

વડોદરા, તા.28
સ્ટર્લીંગ હોસ્પિટલમાં નોકરી કરતા ઓટી આસિસ્ટન્ટનો 12 વર્ષીય સગીર પુત્ર માતા નોકરી પર ગઇ હતી ત્યારે ઘરમાં કોઇને કહ્યા વિના કોઈ ક્યાં જતો રહ્યો હતો. ઘરે આવેલા પિતાને પુત્ર જોવા નહી મળતા શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેને તેનો કોઇ પતો નહી લાગતા માતાએ પુત્રનું અપહરણ થયું હોવાની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે 21 કલાકની મહામહેનત બાદ બાળકને ગોરવા ઇનોર્બિટ મોલ પાસેથી શોધી કાઢી તેના માતા પિતાને પર સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના લક્ષ્મીપુરા ગામ પાસે આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતા દર્શનાબેન પંકજભાઈ મકવાણા ડેન્ટલ ક્લીનિકમાં નોકરી કરે છે અને તેમના પતિ રેસકોર્ષ સર્કલ પાસે આવેલી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ઓટી આસિસ્ટન્ટ છે. મંગળવારે માતા તથા પુત્ર જયનીલ (ઉ.વ.12) ઘરે હાજર હતા. પરંતુ નોકરી ઉપર જવાનો સમય થઈ હોય માતા સાંજના ચારેક વાગે મારી નોકરીએ જવા નીકળી હતી અને તેમનો પુત્ર ઘરમાં એકલો હતો. તે દરમ્યાન સાંજના સાડા પાંચેક વાગે મહિલાના પતિ નોકરી ઉપરથી ઘરે આવ્યાં હતા ત્યારે તેમને ઘરે પુત્ર ન હતો. જેથી તેઓેએ પત્નીને ફોન કરી પુછયું કે હુ ઘરે આવી ગયો છુ પરંતુ જયનીલ ઘરે હાજર નથી તુ સાથે લઇ ગઈ છે તેના ટયુશનનો ટાઇમ થઇ ગયો છે. ત્યારે પત્નીએ તેઓને ના પાડી જયનીલ મારી સાથે નહી આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ માતા ચિંતિન બની તાત્કાલીક ઘરે દોડી આવી હતી અને અમારા સંબંધીઓમા તેમજ તેમના દિકરાના મિત્રોના ઘરે જઈને તેની તપાસ કરી હતી પરંતુ પુત્રનો આવ્યો ન હતો. જેથી માતાએ અહપરણ થયું હોવાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પોલીસની વિવિધ ટીમોએ એક્શનમાં આવીને ગુમ થયાના 21 કલાક બાદ સગીર બાળકને ઇનોર્બિટ મોલ પાસેેથી શોધી કાઢ્યો હતો. પોલીસ સ્ટેશન લઇ ગયા હતા.

Most Popular

To Top