છત્તીસગઢ : ભિલાઈમાંથી ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તેનો મિત્ર વિદ્યાર્થીને મોલમાં બનેલા ભૂતિયા બંગલામાં લઈ જઈ પહેલા તેને ભૂતથી ડરાવી અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
છત્તીસગઢ (Chhattisgadh)ના ભિલાઇમાં 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીની પર બળાત્કારનો એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં તેનો જ મિત્ર વિદ્યાર્થીનીને મોલમાં “ભૂતિ બંગલા”માં લઈ ગયો હતો, જ્યાં પહેલા તેને ભૂતથી ડરાવી અને પછી તેની સાથે ત્યાં જ બળાત્કારગુજાર્યો હતો. પરિવારને જાણ કર્યા બાદ પીડિતાએ તેના મિત્ર વિરુદ્ધ સ્મૃતિ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી પણ સગીર હોવાનું કહેવામાં આવી રહ્યુ છે, તેની ઉંમર 17 વર્ષ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
ફેસબુક દ્વારા બંને મિત્રો બન્યા
આ સમગ્ર મામલો છત્તીસગઢના ભિલાઈના સ્મૃતિ નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. સગીર વિદ્યાર્થીનીનું કહેવું છે કે તેણીએ 17 વર્ષના છોકરા સાથે ફેસબુક દ્વારા મિત્રતા કરી હતી. બંને મોબાઈલ પર કલાકો સુધી વાતો કરતા હતા. એક દિવસ તેના મિત્રએ તેને મોલમાં મળવા બોલાવી. પછી બંને ભિલાઈમાં સૂર્ય મોલના ત્રીજા માળે આવેલા ડરામણા ‘ભૂત બંગલા’માં ગયા. ત્યાં છોકરાએ તેને ભૂતનો ડર બતાવ્યો અને અંધારામાં તકનો લાભ લઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો..
મોલમાં ભૂતિયા બંગલામાં 10માં વર્ગની છોકરી પર ગુજાર્યો બળાત્કાર
પીડિતાનો આરોપ છે કે બળાત્કાર બાદ આરોપી તેને સ્થળ પર જ છોડીને ભાગી ગયો હતો. ત્યારબાદ પીડિતા ભૂતિયા બંગલામાંથી બહાર આવી અને તેના ઘરે ગઈ અને પરિવારના સભ્યોને બધું કહ્યું. ઘટના અંગે માહિતી મળ્યા બાદ પીડિતા અને તેનો પરિવાર સ્મૃતિ નગર પોલીસ ચોકીએ પહોંચ્યા હતા અને ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. પીડિતાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સ્મૃતિ નગર પોલીસ આ મામલે ‘ભૂત બંગલા’ના સ્ટાફની પણ પૂછપરછ કરી રહી છે.
આ બાબતે એએસપી સંજય કુમાર ધુવે જણાવ્યું કે સ્મૃતિ નગર ચોકીનો એક કિસ્સો છે, સૂર્ય મોલના ત્રીજા માળે એક ડરામણી હાઉસ પ્લે રૂમ છે, જ્યાં એક સગીર છોકરી પર બળાત્કાર થયો છે. ફેસબુક દ્વારા બંને મિત્રો હતા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.