Vadodara

હાલોલમાં તણાવમાં રહેતી આધેડ મહિલાએ તળાવમાં ઝંપલાવ્યું

હાલોલ: હાલોલ શહેરની સોસાયટીમાં પરિવાર સાથે રહેતાં આધેડ મહિલાને થયેલ બિમારી ની સારવાર મેળવવા છતાં, તેને પગલે થતી અસહ્ય પીડામાંથી છુટકારો નહી મળતા, માનસિક તણાવમાં રહેતા હતા. જ્યારે તેઓએ ગત મોડી રાત્રીના સમયે હાલોલ શહેરના મધ્યમાં આવેલ તળાવમાં પડતું મુકી જીવન ટુંકાવ્યું હતું.

જ્યારે બધે જ શોધખોળ કર્યા બાદ તેમના પતી રવિવારે હાલોલના તળાવ પાસે તપાસ અર્થે આવ્યા ત્યારે તળાવમાં એક મહિલાનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. જેથી હાલોલ ફાયર ફાયટરની ટીમની મદદથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો, ને તે મૃતદેહ તેમની પત્નીનો હોવાની ખાત્રી થતાં, હાલોલ ટાઉન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતાં, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.

પ્રાપ્ત થયેલ માહિતી મુજબ હાલોલ ની આમ્રપાલી સોસાયટી-૨ માં પરિવાર સાથે રહેતાં અરૂણાબેન જયેશભાઈ પટેલ ઉંવર્ષ ૫૮ નાંઓ પાછલાં ઘણા સમયથી પેટની બિમારીથી પીડાતા હતા, ને તેની સારવાર પણ ચાલુ હતી. પરંતુ દવા ગોળીઓ લેવા છતાં, તેમની તબિયતમાં સુધારો જણાતો નહતો, ને પેટમાં અસહ્ય દુખાવો રહેતા, તેઓ આ પીડાથી ત્રાહિમામ પોકારી ગયા હતા, ને આ પીડાને પગલે તેઓ તણાવમાં રહેતા હતા.

Most Popular

To Top