Madhya Gujarat

નડિયાદમાં સફાઇ કામગીરી માત્ર કાગળ પર, ઠેર ઠેર ગંદકીના ઢગ

નડિયાદ: નડિયાદ શહેરમાં સફાઇ પરત્વે પાલિકાની બેદરકારીને લઇને રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પારાવાર ગંદકી અને કચરાના ઢગ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. પાલિકા પાસે સફાઇ કામદારોની કાયમી અને હંગામી કર્મચારીની ફોજ હોવા છતાં શહેરના પશ્ચિમ તેમજ પૂર્વ વિસ્તારમાં ઠેકઠેકાણે કચરાના ઢગ ખડકાયેલા છે, જેનો નિકાલ કરવા તરફ પાલિકા તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવી રહી છે. હજુ કોરોના પર કાબુ મેળવી શકાયો નથી, ત્યાં ગંદકીના કારણે અન્ય કોઇ રાગચાળો ફાટી નીકળે તે પહેલા સફાઇ કરવા માગણી ઉઠી છે.

Most Popular

To Top