India

દિલ્હી-એનસીઆરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ

IMDનું અનેક વિસ્તારો માટે એલર્ટ; આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા

રાજધાનીમાં હળવા વરસાદથી ગરમી અને ઉકળાટથી રાહત, પરંતુ અનેક વિસ્તારોમાં જળભરાવ, ટ્રાફિક અને વીજળી પડવાની આશંકા; હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના એનસીઆર વિસ્તારમાં બુધવારે વહેલી સવારથી હળવો ઝરમર વરસાદ શરૂ થતાં વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાતી ગરમી અને ભેજ વચ્ચે આ વરસાદ લોકોને રાહત આપનાર સાબિત થયો છે. જોકે ભારતીય હવામાન વિભાગ (IMD)એ સ્પષ્ટ કર્યું છે કે આગામી કલાકો અને આગામી બે-ત્રણ દિવસ દરમિયાન દિલ્હી-એનસીઆરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ, વીજળીના કડાકા અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. બુધવારે સવારે દિલ્હીના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો અને હવામાં રહેલી ભેજને કારણે વાતાવરણ વધુ સુહાવણું બન્યું. જોકે હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હી, નવી દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરીદાબાદ સહિત સમગ્ર એનસીઆર વિસ્તારમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.જ્યારે ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાએ પવનની ઝડપ પણ વધી શકે છે, જેના કારણે વૃક્ષો પડવા, વીજ પુરવઠો ખોરવાવા અને ટ્રાફિકમાં વિક્ષેપ સર્જાવાની શક્યતા છે. IMDએ લોકોને ખાસ કરીને વીજળીના કડાકા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવા, મોટા વૃક્ષો નીચે ઊભા ન રહેવા અને જરૂરી ન હોય તો ભારે વરસાદ દરમિયાન મુસાફરી ટાળવાની સલાહ આપી છે. સ્થાનિક પ્રશાસનને પણ સંભવિત જળભરાવ અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.જોકે
હવામાન વિભાગના બુલેટિન અનુસાર દિલ્હીમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ નોંધાઈ હતી. આગામી પાંચ દિવસ સુધી પણ આવી જ સ્થિતિ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ વરસાદને કારણે ગરમીમાં રાહત અનુભવાશે.

દિલ્હી-એનસીઆરમાં ચોમાસું હવે સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં સક્રિય થયેલી મોન્સૂન ટ્રફ અને અનુકૂળ હવામાન પ્રણાલીના કારણે વરસાદની ગતિવિધિમાં વધારો થયો છે. તેના કારણે માત્ર દિલ્હી જ નહીં પરંતુ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.વરસાદના કારણે સવારના ઓફિસ સમય દરમિયાન કેટલાક માર્ગો પર ટ્રાફિક ધીમો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જો દિવસ દરમિયાન વધુ વરસાદ પડશે તો ટ્રાફિક પર તેની અસર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં વાદળછાયું આકાશ, હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના યથાવત રહેશે. સાથે જ ગાજવીજ અને વીજળી પડવાની ઘટનાઓ પણ બની શકે છે. તેથી લોકોને સતત હવામાનની સત્તાવાર માહિતી પર નજર રાખવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

આ વરસાદથી ખેડૂતો અને પર્યાવરણને લાભ થવાની સંભાવના છે. હવાની ગુણવત્તામાં પણ સુધારો નોંધાયો છે, વરસાદને કારણે ધૂળના કણો ઓછા થતાં પ્રદૂષણનું સ્તર ઘટ્યું છે. આ સાથે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ સંતોષકારક શ્રેણીમાં નોંધાયો હતો, જેમાં વરસાદે મહત્વની ભૂમિકા ભજવી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ ચોમાસું સક્રિય બન્યું છે. IMDએ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને મેદાની વિસ્તારોમાં જળભરાવની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.તેમજ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી બે-ત્રણ દિવસ ઉત્તર ભારતમાં ચોમાસાની ગતિવિધિ વધુ સક્રિય રહી શકે છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદી માહોલ ચાલુ રહેતાં તાપમાન સામાન્ય કરતાં નીચું રહેવાની શક્યતા છે. જોકે ભારે વરસાદ દરમિયાન ટ્રાફિક જામ, માર્ગો પર પાણી ભરાવા અને સ્થાનિક સ્તરે અવરોધો સર્જાઈ શકે છે.

ભારતીય હવામાન વિભાગે નાગરિકોને અનુરોધ કર્યો છે કે વરસાદ અને ગાજવીજ દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળે, વીજળી પડવાની શક્યતા હોય ત્યારે સુરક્ષિત સ્થળે રહે, વાહન ચલાવતા સમયે સાવચેતી રાખે અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં સ્થાનિક પ્રશાસન તથા હવામાન વિભાગની સત્તાવાર સૂચનાઓનું પાલન કરે. મ્હત્વ નું છે કે હાલ તો દિલ્હી-એનસીઆરમાં ચોમાસાની આ સક્રિય સ્થિતિ આગામી થોડા દિવસો સુધી યથાવત રહેવાની સંભાવના છે. તેથી રાજધાનીના રહેવાસીઓએ વરસાદને કારણે મળનારી ગરમીથી રાહતનો આનંદ માણવાની સાથે સંભવિત ભારે વરસાદ, જળભરાવ અને ગાજવીજ જેવી પરિસ્થિતિઓ માટે પણ સંપૂર્ણ સાવચેત રહેવાની જરૂર છે.

Most Popular

To Top