14 મહિનાથી પોલીસને ચકમો આપતો પોક્સો કેસનો આરોપી આખરે ઝડપાયો
વેજલપુર પોલીસની સફળ કામગીરી : મોરબીમાંથી ભોગ બનનાર સાથે આરોપીને શોધી કાઢી, વધુ તપાસ AHTUને સોંપાઈ
કાલોલ
પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ સ્ટેશનની ટીમે પોક્સો (POCSO) એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા 14 મહિનાથી નાસતા-ફરતા આરોપીને ભોગ બનનાર સાથે મોરબીમાંથી શોધી કાઢીને સરાહનીય કામગીરી કરી છે.
ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં તા. 17 જુલાઈથી 16 ઓગસ્ટ, 2026 દરમિયાન ગુમ અને અપહરણ થયેલા બાળકો તથા વ્યક્તિઓને શોધી કાઢવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર નાયબ પોલીસ અધિક્ષક (કાલોલ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જી. કે. વહુનિયા અને તેમની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી.
વેજલપુર પોલીસ સ્ટેશનમાં તા. 10 મે, 2025ના રોજ BNS-2023ની કલમ 137(2), 87 તેમજ પોક્સો એક્ટ-2012ની કલમ 12 હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી રાહુલકુમાર અજીતસિંહ ગોહિલ, રહે. છગનની મુવાડી ખડકી, તા. કાલોલ, ભોગ બનનારને અજાણ્યા સ્થળે લઈ જઈ પરિવાર અને મિત્રવર્તુળથી સંપૂર્ણપણે સંપર્કવિહોણો થઈ ગયો હતો.
આરોપી અને ભોગ બનનારને શોધવા માટે પોલીસે હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો. તપાસ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી ભોગ બનનાર સાથે મોરબી શહેરના શ્રીજી એસ્ટેટ વિસ્તારમાં મજૂરી કામ કરી રહ્યો છે.
બાતમીના આધારે વેજલપુર પોલીસની ટીમે મોરબી પહોંચી આરોપીને કાયદેસરની રીતે હસ્તગત કર્યો અને ભોગ બનનાર સાથે બંનેને વેજલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. સમગ્ર કેસની આગળની તપાસ માટે આ મામલો જિલ્લા **એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)**ને સોંપવામાં આવ્યો છે.