Vadodara

રફતારનો કહેર,કારની ટક્કરે એમએસયુના ત્રણ વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત,ચાલક ફરાર

ઓવરસ્પીડિંગના કારણે અકસ્માત સર્જાયાની ચર્ચા :

બોયઝ હોસ્ટેલના ઈજાગ્રસ્ત ત્રણ વિદ્યાર્થીને એસેસજીમાં ખસેડાયા,પોલીસે તપાસ હાથ ધરી

રફતારનો કહેર,કારની ટક્કરે એમએસયુના ત્રણ વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત,ચાલક ફરાર

( પ્રતિનિધિ )વડોદરા,તા.14

વડોદરાનશહેરમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમિતનગરથી એલએન્ડટી તરફ જવાના માર્ગ પર વીઆઈપી રોડ પર મોડી રાત્રે એક કારે બેકાબૂ બનીને બાઈકને અડફેટે લેતા એમએસયુ બોયઝ હોસ્ટેલના ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ટક્કર માર્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

વડોદરાના કારેલીબાગ વીઆઈપી રોડ પર એક કાર અચાનક બેકાબૂ બની હતી અને સામેથી આવી રહેલી બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એમ.એસ. યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલના એમ વી હોલ ખાતે રહેતા હિતુ રાજ, મિહિર પટેલ અને સુજલ ચૌહાણ કારની જોરદાર ટક્કરને કારણે રસ્તા પર ફંગોળાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદથી બંને ઈજાગ્રસ્ત યુવકોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જીને કારચાલક સ્થળ પરથી કાર લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર અને ચાલકની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ઓવરસ્પીડિંગના કારણે અકસ્માત સર્જાયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવને પગલે હરણી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top